મેડિકલ ક્ષેત્રે ડોક્ટરોની સામે ઘણી વખત ખૂબ જ પડકાર જનક કેસ આવતા હોય છે. આવા કેસમાં જ્યારે દર્દીની સારવાર કે ઓપરેશન કરવામાં આવે તો તેમાંથી ક્યારેક એવી વસ્તુઓ બહાર આવે છે કે જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હોય. ઘણા કેસમાં તો ડોક્ટરો પણ માથું પકડી લેતા હોય છે. આવું જ એક કેસ કર્ણાટકના ડોક્ટરોની સામે આવ્યો.
એક વ્યક્તિને અચાનક પેટમાં દુખાવો થતાં તેને પોતાની સારવાર શરૂ કરાવી. વ્યક્તિને પેટમાં એટલો દુખાવો હતો કે તેને ઉલટીઓ થવા લાગી જેના કારણે તે તુરંત જ હોસ્પિટલ પહોંચ્યો. ડોક્ટરોએ અહીં તેના ટેસ્ટ કર્યા અને ટેસ્ટમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિના પેટમાં સિક્કા જેવી વસ્તુઓ દેખાય છે.
જોકે ત્યાં સુધી ડોક્ટરોને પણ કલ્પના ન હતી કે ઓપરેશન દરમિયાન વ્યક્તિના પેટમાંથી શું નીકળવાનું છે. ડોક્ટર હોય તુરંત દર્દીનું ઓપરેશન કરવાની સલાહ આપી.
દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું તો તેના પેટમાંથી 187 સિક્કા નીકળ્યા. ડોક્ટરોએ ઓપરેશન પછી જ્યારે દર્દીનું કામ કર્યું તો જાણવા મળ્યું કે. તે વ્યક્તિ ભિખારી હતો અને લોકો પાસેથી ભીખ માંગીને સિક્કા એકત્ર કરતો હતો.
જોકે તેને માનસિક સમસ્યા હતી તેથી જ્યારે તેને કોઈ સિક્કો આપે તો તે સિક્કો ઘણી વખત ગળી જાય અને પાણી પી લેતો હતો. આ બીમારીના કારણે તેના પેટમાં ઘણા બધા સિક્કા એકત્ર થઈ ગયા અને જેના કારણે તેની તબિયત બગડી હતી.