છેલ્લા કેટલાક સમયથી ભારતીય ખેડૂતોએ વિદેશી ફળ ઉગાડવાની શરૂઆત કરી છે. આ ફળમાંથી કેટલાક ફળ જો યોગ્ય રીતે ઉગાડવામાં આવે તો તેમાંથી લાખોની કમાણી થઈ શકે છે. આવી જ સ્થિતિ નરેન્દ્ર સિંહ નામના ખેડૂત ની જોવા મળે છે. તેઓ વર્ષે 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. ખેતીની વાત કરીએ તો તેઓ ખેતરમાં કીવી ઉગાડે છે.
હિમાચલ પ્રદેશના એક ગામના રહેવાસી નરેન્દ્ર સિંહે પહેલીવાર 1993 માં કીવી વાવી હતી અને પછી તેમણે આ અંગે નિષ્ણાતો પાસેથી યોગ્ય માહિતી મેળવી અને પછી તેની ખેતી કરવાની શરૂઆત કરી.
તેમણે સૌથી પહેલા તો 170 કિ.મી ના રોપા ખરીદ્યા અને તેમની જમીનમાં આ રોપાનું વાવેતર કર્યું. હિમાચલ પ્રદેશના ઉંચાણવાળા વિસ્તારો કેવીની ખેતી માટે ફળદ્રુપ પણ છે તેથી અહીંના ઘણા ખેડૂતોએ આ ખેતી શરૂ કરી છે.
કીવી ફ્રુટની ખેતી સારી રીતે થાય તે માટે ખેડૂતોને બેંક તરફથી લોન તેમજ સબસીડીની સુવિધા પણ આપવામાં આવે છે. નરેન્દ્ર સિંહ પણ 2019 માં બાગાયત વિકાસ પ્રોજેક્ટ હેઠળ ચાર લાખની લોન લીધી હતી.
તેમાં તેમને બે લાખની સબસીડી આપવામાં આવી. આ ફળ મુખ્યત્વે ન્યૂઝીલેન્ડ નું છે અને ભારતમાં ખેડૂતો તેની ખેતી શરૂ કરે તે માટે સરકાર પણ વિવિધ મદદ પૂરી પાડે છે.
નરેન્દ્ર સિંહ પણ પોતાની અંગત જમીનમાં 170 કિવી ના છોડ વાવ્યા તેમાં તેને સફળતા મળી તો પછી તેણે 340 કિ.મીના છોડ વાવીને સારી કમાણી કરી.
ત્યાર પછી તેણે 1998 માં કીવીનો બગીચો જ ખરીદ્યો અને 40 ક્વિન્ટલ કિવી નું ઉત્પાદન કર્યું. કીવી ની કિંમત 140 થી 170 રૂપિયા પ્રતિ કિલો મળે છે આ રીતે વર્ષે નરેન્દ્ર સિંહ 15 લાખ સુધીની કમાણી કરે છે.