દુનિયાભરમાં અનેક તીર્થ સ્થળો આવેલા છે જેમાં સૌથી વધુ મંદિરો ભારતમાં આવેલા છે. આ પ્રાચીન તીર્થ સ્થળ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. સાથે જ એવા કેટલાક મંદિરો પણ છે જે વિજ્ઞાનની સમજથી પણ બહાર છે. કારણ કે આ મંદિરમાં રહસ્ય જ એવા છુપાયેલા છે જેને કોઈ સમજી શકતા નથી.
સામાન્ય રીતે તમે મંદિરને જમીન ઉપર બનેલા જોયા હશે પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ મંદિર હવામાં તરતું હોય અને તે પણ કોઈ આધાર વિના ? વિજ્ઞાન ના નિયમ ને પણ આ મંદિર પાર કરી ગયું છે. ભારતમાં આવેલું આ મંદિર દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જેની અંદર એક રહસ્યમય સ્તંભ છે જે હવામાં તરતો છે.
આંધ્ર પ્રદેશમાં લેપાક્ષી મંદિર આવેલું છે જે વિશ્વભરનું એકમાત્ર મંદિર છે જેમાં કોઈ પણ જાતના આધાર વિના હવામાં સ્તંભ તરી રહ્યા છે. આ મંદિર ભગવાન શંકરનું છે અને તેના પરિસરમાં 70 કલાક કૃતિથી સજ્જ સ્તંભ આવેલા છે.
આ 70 સ્તંભ માંથી એક સ્તંભ રહસ્યમય છે. કારણકે આ સ્તંભ જમીન સાથે જોડાયેલો નથી અને હવામાં ઝુલતો છે. મંદિરની છત સાથે જોડાયેલો છે પરંતુ જમીન સાથે તેનો કોઈ આધાર નથી તેમ છતાં આ સ્તંભ વર્ષોથી અડીખમ છે. અહીં આવતા ભક્તો સ્તંભ ખરેખર હવામાં તરે છે કે નહીં તે ચેક કરવા પોતાનો પગ અને હાથ તેની નીચેથી પસાર કરી શકે છે.
માન્યતા છે કે આ મંદિરને પાર કરનારની મનોકામના જલ્દી પૂર્ણ થાય છે. લોકો કપડા ની મદદથી પણ સ્તંભ હવામાં કરી રહ્યો છે તે ચકાસતા હોય છે. આ મંદિરનો સ્તંભ ખરેખર હવામાં છે તે માટે વૈજ્ઞાનિકોએ પણ સંશોધનો કર્યા પરંતુ તે પણ જાણી શક્યા નહીં કે આનું રહસ્ય શું છે.
ભગવાન રામ અને માતા સીતાના વનવાસ દરમિયાન તેઓ આ મંદિરમાં આવ્યા હતા. પૌરાણિક માન્યતા અનુસાર અગસ્ત ઋષિ દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે ઇતિહાસમાં એવું પણ નોંધાયું છે કે 1578 માં વિરપ્પન અને વિરાના નામના બે ભાઈઓએ આ મંદિરનું નિર્માણ કર્યું.
જોકે આ સ્તંભ જમીનથી સ્પર્શ તો શા માટે નથી અને શા માટે હવામાં છે તેના વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. મંદિરનો આશ્રમ જમીનથી અડધો ઇંચ ઊંચો છે. લોકોમાં માન્યતા છે કે આ સ્તંભની નીચેથી પસાર કરીને કોઈ વસ્તુને ઘરમાં રાખવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.