આહિર પરિવાર ઉપર માતા મોગલ ની થઈ એવી કૃપા કે પરિવારના બધા જ સભ્યો એક સાથે પહોંચ્યા માતાના ચરણે

માતા મોગલ ના પરચા વિશે આજ સુધી તમે ઘણી વખત સાંભળ્યું હશે. માતા મોગલના ચરણે જે પણ વ્યક્તિ આવે છે તેના દુઃખ દૂર થઈ જાય છે. માતાના ચરણોમાં એક વખત શ્રદ્ધાથી માથું ઝુકાવનારના જીવનમાંથી બધા જ દુઃખ કાયમ માટે દૂર થઈ જાય છે.

માતા જ્યારે ભક્તોની ઈચ્છા પૂરી કરે છે તો ભક્તો પણ માતાના ચરણે દર્શન કરવા દોડી આવે છે ભલે તે વિદેશમાં પણ વસતા હોય પણ ત્યાંથી પણ કચ્છના કબરાઉમાં આવી જતા હોય છે. અહીં આવતા અનેક ભક્તોને માતાએ પરચા આપ્યા છે. આવું જ એક પરચો મોરબીના આહીર પરિવારને પણ મળ્યો.

મોરબીના આહીર પરિવાર એ સંતાન પ્રાપ્તિ માટે માતા મોગલ ની માનતા રાખી હતી. તેમના ઘરે વર્ષોથી સંતાન ન હતું તેથી તેમણે માનતા રાખી હતી કે તેમના ઘરે બાળકનો જન્મ થશે એટલે તે સોનાનું છત્ર અર્પણ કરવા અને દર્શન કરવા કબરાઉ આવશે. માતાની માનતા રાખ્યાના થોડા સમયમાં આહિર પરિવારના ઘરે બે જોડવા દીકરાનો જન્મ થયો.દીકરાઓના જન્મથી આહિર પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયો અને તુરંત જ પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ પહોંચી ગયા.

તેણે અહીં સોનાનું છત્ર અર્પણ કર્યું. મણીધર બાપુએ સોનાનું છત્ર હાથમાં લઈને પછી તેને પરત કરી દીધું. મણીધર બાપુ એ જણાવ્યું કે માતાએ તેની માનતા સ્વીકારી લીધી છે. પરંતુ આજ સોનાનું છત્ર કુળદેવીના મંદિરમાં ચડાવી દેવામાં આવે કારણ કે માતા મોગલ આપનાર છે લેનાર નથી.

Leave a Comment