આજના સમયમાં યુવક યુક્તિની સગાઈ થાય પછી નાની મોટી ઘટના બને તો પણ સગાઈ તૂટી જતી હોય છે. તેવામાં એક યુવતી જેની સાથે એક મોટી દુર્ઘટના બની ગઈ તો પણ યુવકે તેની જ સાથે લગ્ન કૈયાની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે આવી ઘટના ફિલ્મોમાં જ બનતી જોવા મળે છે પરંતુ ફિલ્મી લવ સ્ટોરી ને પણ પાછળ છોડી દે તેવી લવ સ્ટોરી પાટણ જિલ્લામાંથી સામે આવી છે.
પાટણ જિલ્લામાં કુકરાણા ગામના વતની એવા મહાવીર વાઘેલાની સગાઈ અમદાવાદના બામરોલી ગામની રીનલમાં ઝાલા સાથે થયા હતા. તેમની સગાઈ બે વર્ષ પહેલા થઈ. લગ્ન પહેલા રીનલમાં ખેતરમાં કામ કરતી વખતે ઝાડ પરથી નીચે પડી ગયા અને તેમની કમરનું હાડકું ભાગી ગયું આ અકસ્માત દરમિયાન તેમણે એવી ઈચ્છા થઈ ગઈ કે કમરથી નીચેના તેના બંને પગ નકામા થઈ ગયા અને રીનલબા પથારીવશ થઈ ગયા.
તમને પહેલા આ દુર્ઘટના બનતા પરિવારના લોકો તેમજ સમાજના લોકોએ યુવકના પરિવારને સગાઈ તોડી નાખવા જણાવ્યું. યુવતીએ પણ વિચારી જ લીધું હતું કે તેની સાથે આવી દુર્ઘટના બની ગઈ છે અને આજીવન તે દિવ્યાંગ રહેવાની છે તેથી તેની સગાઈ તૂટી જશે જેના કારણે તે ડિપ્રેશનમાં સરી પડી હતી. જોકે મહાવીર સિંહે યુવતીને લગ્નનું વચન આપ્યું હતું અને તેણે નક્કી કર્યું કે તે યુવતી સાથે જ લગ્ન કરશે.
તેના પરિવારજનો આ લગ્નની વિરુદ્ધ હતા તેથી મહાવીર સિંહે રીનલબા સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા. જ્યારે યુવકના પરિવાર ને આ વાતની જાણ થઈ તો તે રોષે ભરાયા. પરંતુ યુવકે તેને સમજાવ્યું કે આ દુર્ઘટના બની તેમાં રિનલ નો કોઈ દોષ નથી. જો આ ઘટના લગ્ન પછી બની હોત તો પણ તે તેને આજીવન સાથ આપવાનો હતો કારણ કે તે રીનલ ને પ્રેમ કરે છે આ વાત સાંભળીને યુવકના પરિવારજનો એ પણ યુવતીને સ્વીકારી લીધી અને પછી બંને પરિવારે રાજી ખુશીથી બંનેના લગ્ન ધામધૂમથી કર્યા.