માતા મોગલ દુખિયાના દૂર કરનાર છે. માતા મોગલ ના દર્શન કરવા કબરાઉ ખાતે મોટી સંખ્યામાં રોજ લોકો આવે છે. અહીં લોકો દુઃખી મનથી આવે છે પરંતુ પરત જતા નથી. કારણ કે તેમની ચિંતા અને દુઃખ માતા મોગલ ના દર્શન કરવા પછી દૂર થઈ જાય છે.
અહીં રોજ એવા ભક્તો પણ મોટી સંખ્યામાં આવે તેમની માનતા માતા મોગલ એ પૂરી કરી હોય. ઘણા દાખલા તો એવા છે જેમાં 60 વર્ષની ઉંમરે માતા મોગલ એ લોકોને સંતાન આપ્યું હોય. તાજેતરમાં જ આવી રીતે પોતાની માનતા પૂરી કરવા માટે એક માતા પિતા આવ્યા હતા.
આ માતા પિતાએ તેના એકના એક દીકરા માટે માનતા લીધી હતી. તેઓ મણીધર બાપુને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. મણીધર બાપુએ પૂછ્યું કે દીકરાને શું તકલીફ હતી.
ત્યારે માતા પિતાએ જણાવ્યું કે તેમના એકના એક દીકરાની બંને કિડની ખરાબ થઈ ગઈ હતી. ડોક્ટરની દવા કરાવી તો ડોક્ટરે કહ્યું કે દીકરાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડશે. ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો નથી અને તેથી તેઓ માતા મોગલના શરણે આવ્યા છે.
તેમણે માનતા લીધી છે કે માતા મોગલ તેના દીકરાને સાજો કરી દે. મણીધર બાપુએ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે માતા મોગલ પર વિશ્વાસ રાખજો તમારું દુઃખ દૂર થઈ જશે અને તમને કોઈને કોઈ રસ્તો મળી જશે.