રાજ્યમાં હજી પણ ઘણા જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદમાં ગાજબીજ સાથે વીજળી પણ જોરદાર રીતે પડી રહી છે. આ વખતના વરસાદી વાતાવરણ વચ્ચે અનેક જિલ્લાઓમાં વીજળી પડ્યાની ઘટનાઓ પણ સામે આવી છે.
તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં ખારવા ગામે વીજળી પડ્યાની એક ઘટના બની છે. આ ઘટનામાં વીજળી પડવાના કારણે 10 ગાયોના કમ કમાટી ભર્યા મોત નીપજીયા. મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને તે દરમિયાન વીજળીના કડાકા ભડાકા પણ થઈ રહ્યા હતા.
પરંતુ અચાનક જ જોરદાર વીજળી પડતા 10 ગાયોના મોત થયા. આ ગાય હરેશભાઈ નામના પશુપાલકની હતી અને વીજળી પડવાના કારણે એક સાથે 10 ગાયના મોત થતા તેમના પરિવારજનો શોકમાં ઘરકાવ થઈ ગયા.
આ વર્ષે ચોમાસા દરમિયાન વીજળી પડવાની ઘટનાના કારણે ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. થોડા દિવસ પહેલા જ એક ઘટના સામે આવી હતી જેમાં એક માલધારી યુવક પોતાના બકરાને લઈને ચરાવવા નીકળ્યો હતો ત્યારે વીજળી પડતા તેના 50 બકરાનું મોત થયું. એક સાથે 50 બકરા પર વીજળી પડતા મોત થઈ ગયું અને જેના કારણે શોક છવાઈ ગયો હતો.
આ વખતે પણ વીજળી પડવાના કારણે પશુપાલકની 10 ગાયના મોત તથા માત્ર તે પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં ગૌમાતાના મૃત્યુને લઈને શોક ફરી વળ્યો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી દિવસો દરમિયાન પણ જોરદાર વરસાદ થવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી દિવસો દરમિયાન હળવા થી ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગનું કહેવું છે કે નવરાત્રી દરમિયાન વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આ સપ્તાહ દરમિયાન વરસાદે વિરામ રાખ્યો છે પરંતુ આગામી સપ્તાહમાં નવરાત્રીની શરૂઆત સાથે જ વરસાદ પણ થશે તેવી સંભાવના છે.