સામાન્ય રીતે અકસ્માત કે મેડિકલ ઈમરજન્સી હોય ત્યારે લોકો તુરંત જ એમ્બ્યુલન્સ ને કોલ કરે છે. સમયસર એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી જાય તો દર્દીનો જીવ બચી જાય છે. પરંતુ તાજેતરમાં એક એવી ઘટના બની જેમાં એમ્બ્યુલન્સ ના જ ફડચા ઉડી ગયા. દર્દીનો જીવ બચે તે માટે એમ્બ્યુલન્સ પુરપાટ ઝડપે દોડતી હોય છે. પરંતુ કર્ણાટકના એક શહેરમાં સ્પીડના કારણે એમ્બ્યુલન્સને જ ભયંકર અકસ્માત નડ્યો.
આ ઘટના બની હતી કર્ણાટકના ઉડીપીના કુંડાપુર નજીક. અહીં થઈ રહેલા ભારે વરસાદના કારણે સ્પીડમાં આવતી એમ્બ્યુલન્સ પરથી ચાલકનો કાબુ જતો રહ્યો અને એમ્બ્યુલન્સ ટોલ પ્લાઝા સાથે ધડાકાભેર અથડાઇ હતી.
એમ્બ્યુલન્સ નો આ ભયંકર અકસ્માત નો વિડીયો ટોલ પ્લાઝાના સીસીટીવી માં કેદ થઈ ગયો હતો. સીસીટીવી માં જોઈ શકાય છે કે ટોલ પ્લાઝા તરફ એક એમ્બ્યુલન્સ સ્પીડમાં આવી રહી છે. એમ્બ્યુલન્સ ને જોઈને ટોલ પ્લાઝા ના કર્મચારીઓ બેરીકેટ હટાવવાની શરૂઆત કરી દે છે. જેથી એમ્બ્યુલન્સની અટકવું ના પડે અને તે ટોલ પ્લાઝા ક્રોસ કરી શકે. પરંતુ બેરીકેટ સુધી પહોંચે તે પહેલા જ એમ્બ્યુલન્સનું સંતુલન જતું રહ્યું અને એમ્બ્યુલન્સ અચાનક જ પલટી મારી ગઈ.
જે એમ્બ્યુલન્સમાં સવાર થઈને દર્દી પોતાનો જીવ બચ્યો તે માટે હોસ્પિટલ પહોંચતા હોય છે તે એમ્બ્યુલન્સમાં સવાર ચાર લોકોના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા.