ગુજરાતમાં કોમેડી વિડીયો થી પ્રખ્યાત થયેલા ખજૂર ભાઈ નીતિન જાની હવે લોકોની સેવા કરીને નામના મેળવી રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે તેમને ગરીબ અને નિરાધાર થયેલા લોકોને મકાન બનાવીને મદદ કરવાનું શરૂ કર્યું હતું. જોકે આ મદદ આજ પણ ચાલી રહી છે.
ખજૂર ભાઈએ આજ સુધીમાં 200 થી વધારે લોકોને મકાન બનાવીને સેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે તું નિતીન જાની ને ખબર પડે કે કોઈ વ્યક્તિ નિરાધાર છે અને તેને મદદની જરૂર છે તો તે ભગવાનની જેમ તેના માટે તેના ઘરે પહોંચી જાય છે અને જરૂરિયાતની બધી જ વસ્તુ પૂરી પાડે છે.
તાજેતરમાં જ તેઓ તાપી જિલ્લાના ટીચકપુરા ગામમાં પહોંચ્યા હતા. અહીં એક ઉંમરલાયક અને શારીરિક રીતે વિકલાંગ મહિલાની મદદ કરવા માટે તેઓ આવ્યા હતા. એક વૃદ્ધ મહિલાની 32 વર્ષીય દીકરી શારીરિક રીતે વિકલાંગ છે. વૃદ્ધ મહિલા તેને છેલ્લા ઘણા વર્ષોથી ઉછેરી રહી છે. બંનેની હાલત એટલી ખરાબ હતી કે જ્યારે નીતિન જાની તેના ઘરે ક્યારે ગયા ત્યારે 32 વર્ષની દીકરી ફાટેલા ટુટેલા કપડામાં ખાટલામાં સુધી હતી.
તેનું મકાન પણ જર્જરી થઈ ગયું હતું અને ખાવા માટે પણ કંઈ ન હતું. મહિલાની આ સ્થિતિ જોઈને નીતિન જાની પણ રડી પડ્યા અને તેમણે મહિલા માટે મદદ કરવાનું નક્કી કર્યું. વૃદ્ધ મહિલા 120 રૂપિયામાં મજૂરી કામ કરીને પોતાની દીકરીનું પેટ ભરતી હતી.
મહિલાનું કહેવું હતું કે મજૂરી કરવા તેને સવારે જતું રહેવું પડે દીકરી આંખ હોવાથી સંડાશ બાથરૂમ કરવા માટે એક ડબ્બો રાખી મુક્યો છે અને ખાવાની વસ્તુ પણ ખાટલા પાસે મૂકી દઉં. ત્યાર પછી તે મજૂરી કરવા જતી રહે અને રાતે પરત ફરે.
મહિલાની આપત્તિ સાંભળીને ખજૂર ભાઈ અને તેના સાથીદારોએ મહિલા માટે નવું મકાન અને ટોયલેટ બાથરૂમની સુવિધા હોય તેવી વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું.