તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં દયાબેન નું પાત્ર દિશા વાકાણી છેલ્લા ઘણા વર્ષોથી નિભાવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી તેઓ ટીવી સિરિયલથી દૂર છે. આ સમય દરમિયાન દિશા વાકાણી બે બાળકોના માતા બની ચૂક્યા છે.
અવારનવાર દિશા વાકાણી શોમાં પરત ફરે છે તેવી વાતો સામે આવે છે પરંતુ આવા અત્યાર સુધી સાચી થઈ શકી નથી. આ અફવાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર દિશા વાકાણી નો એક વિડીયો સામે આવ્યો છે.
આ વીડિયોમાં તે પોતાના જીવનની વાત કરતી જોવા મળે છે. જોકે આ વીડિયોમાં તેમની હાલત ખૂબ જ ખરાબ જોવા મળે છે તેથી લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે થયું છે શું. તો ચાલો તમને પણ જણાવીએ આ વીડિયોની હકીકત.
જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયો આ તાજેતરનો નહીં પરંતુ 2008માં આવેલી ફિલ્મ કે કંપનીનો છે. બોલીવુડ અભિનેતા તુષાર કપૂર અને અનુપમ ખેર આ ફિલ્મમાં લીડ રોલમાં હતા. આ ફિલ્મના એક સીનમાં દિશા વાકાણી ખોળામાં એક બાળક લઈને પોતાની આપ વીતી સંભળાવી રહી છે. આ ફિલ્મમાંથી તુષાર કપૂર એક પત્રકાર હોય છે અને તેના માધ્યમથી દિશા વાકાણી પોતાના જીવનની આપ વીતી કહી રહી હોય છે.
જોકે આ વિડીયો વાયરલ થતા લોકો તેના ઉપર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહી છે. કેટલાક લોકો લખી રહ્યા છે કે હવે સમજાયું કે દયા ભાભી આટલી ખોવાયેલી કેમ છે… તો કોઈએ લખ્યું છે કે શોમાં પાછા આવી જાવ. કેટલાક લોકોએ આ ફિલ્મનું નામ શું છે તેવું પણ પૂછ્યું છે.
કારણ કોઈ પણ હોય પરંતુ દર્શકો પણ હવે દયાબેન એટલે કે દિશા વાકાણી ને શોમાં પરત જોવા માટે ઉત્સુક છે. જોકે બીજી તરફ શો માંથી એક પછી એક કલાકારો પણ વિદાય લઈ રહ્યા છે. તેવામાં દિશા વાકાણી પરત ફરશે કે નહીં તે અંગે મેકર્સ પણ મગનું નામ મરી નથી પાડી રહ્યા.
જોકે આ ચર્ચાઓથી દૂર દિશા વાકાણી હાલ પોતાની ફેમિલી લાઈફને ખૂબ જ માણી રહી છે. તે પોતાના બંને બાળકો સાથે મયુર વાડિયા સાથે ખુશાલ જીવન પસાર કરી રહી છે. દિશા વાકાણીએ શોમાંથી 2017માં મેટરનીટી લીવ લીધી હતી અને હજુ સુધી તે પરત ફરી નથી. 2017માં તેની દીકરીનો જન્મ થયો હતો અને થોડા મહિના પહેલા જ તેના ઘરે દીકરાનો જન્મ થયા હોવાનું મયુર વાકાણી એ જણાવ્યું હતું.