સુરત શહેરમાં એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણીને ગૌ પ્રેમીઓમાં શોક નું મોજું છવાઈ ગયું છે. સુરત શહેરના અબ્રામા રોડ ઉપર જમના નામની ગૌશાળા આવેલી છે. આ ગૌશાળા નું નામ જે ગાયના નામ પરથી રાખવામાં આવ્યું હતું તે સૌની વહાલી જમના નામની ગાયનું મૃત્યુ તાજેતરમાં થયું છે.
આ ગૌશાળા ના માલિક શનિભાઈ ભરવાડ છે. જ્યારે તેમને જાણ થઈ કે તેમની ગૌશાળાની સૌથી વહાલી જમના નામની ગાયનું નિધન થયું છે તો તેઓ તુરંત જ ગૌશાળાએ પહોંચી ગયા. તેઓ જમનાને ગળે વળગાડીને ધ્રુસકે રડવા લાગ્યા.
તેમનું એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને ગૌ પ્રેમીઓ પણ ભાવુક થઈ રહ્યા છે. આ વીડિયોમાં લોકો કોમેન્ટ કરીને જમના ગાયને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
શનિભાઈ નું કહેવું છે કે તેની અંતિમ વિધિ કર્યા પછી તેની પાછળ પાણી ઢોળની વિધિ તેમજ ભજન કીર્તન રાખવામાં આવશે જેથી તેની આત્માને શાંતિ મળે. જમના ગાયને ભાર બચ્ચા થયા હતા તેમાંથી 11 વખત વાછરડીને તેણે જન્મ આપ્યો હતો. 12મી વખતે તે ગર્ભવતી હતી અને તેણે વાછરડાને જન્મ આપ્યો. પરંતુ વાછરડાના જન્મ સમયે તેના ગર્ભાશયમાં સમસ્યા થઈ જતા જમના બીમાર પડી ગઈ હતી. છેલ્લા ચાર દિવસથી તેણે ખાવાનું પણ છોડી દીધું હતું. ચાર દિવસ બાદ તેણે અંતિમ શ્વાસ લીધા.
શનિભાઈ નું કહેવું છે કે જમણા પાછળ તે બારમા ની વિધિ પણ કરશે.