ગુજરાતના ઘણા કલાકારો લોકપ્રસિદ્ધ થયા છે અને આજે દેશ-વિદેશમાં તેનું નામ ગુંજતુ થયું છે. તેમાંથી એક પ્રખ્યાત કલાકાર ગીતાબેન રબારી પણ છે. જેઓ તેમના સુરીલા અવાજના કારણે લોકોના દિલ પર રાજ કરે છે. તેમના ચાહકોની સંખ્યા લાખોમાં છે.
જ્યારે પણ તેમનો સ્ટેજ શો ચાલતો હોય છે ત્યારે ગીતોની રમઝટ બોલી જાય છે. તેમના ડાયરાની મોજ માણવા આવેલા લોકો પણ ખુશખુશાલ થઈ જાય છે. તેમને કચ્છી કોયલ ઉપનામ પણ મળ્યું છે. તેઓ દેશ વિદેશમાં ધૂમ મચાવી રહ્યા છે.
ગીતાબેનના પરિવારની વાત કરીએ તો તેઓ કચ્છ જિલ્લાના રહેવાસી છે અને હાલ તેઓ અમદાવાદમાં રહે છે. તેમણે માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને ત્યારબાદથી તેમણે દેશભરમાં સંતવાણી અને લોકગીતના ક્ષેત્રે આગળ વધવાનું શરુ કરી દીધું. તેમણે વિદેશમાં પણ પોતાનું નામ ચમકાવ્યું છે.
તેમણે નાની ઉંમરમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તેમની આર્થિક સ્થિતિ નબળી હતી અને તેઓ 3 વર્ષના હતા ત્યારે તેમના પિતાને લકવો થઈ ગયો અને માતા પશુ વેંચીને ગામડે રહેવા જતા રહ્યા ત્યારે તેઓ લોકોના ઘરમાં કામ કરવા જતા અને ગુજરાન ચલાવતા. આવા સંઘર્ષના દિવસો જોઈ ચુકેલા ગીતાબેન આજે તેમના પરિવારનું ગૌરવ વધારે રહ્યા છ