ગુજરાતના લોકપ્રિય ગાયિકા ફરીદા મીર વિશે નહીં જાણતા હોય આ વાતો તમે પણ

ગુજરાતના ઘણા કલાકારોએ પોતાના કર્ણપ્રિય અવાજ ના કારણે લાખો લોકોના દિલ પર અલગ સ્થાન જમાવ્યું છે. આવા જ એક કલાકાર છે ફરીદામીર. ફરીદા મીર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. તેમણે પોતાની સંસ્કૃતિને આગવી ઓળખ આપી છે. આજે તમને ફરીદામીર વિશે કેટલીક આવી જ વાતો જણાવીએ.

ફરીદા મીર પોતાના જીવનમાં સંઘર્ષ કરીને આજે આ સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમનો જન્મ 10 ડિસેમ્બર 1979 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. ફરીદામીર ને નાનપણથી જ સંગીતમાં લગાવ હતો. તેથી તેમના પિતા ભજન અને ધાર્મિક કાર્યક્રમમાં તેની સાથે તેને લઈ જતા. ત્યાર પછી તેમને ગીતો ગાવાનું શોખ લાગ્યો.

તેમણે ધોરણ 10 નો અભ્યાસ અધૂરો છોડી દીધો અને પછી સંગીત ક્ષેત્ર આગળ વધવા માટે તાલીમ લેવાનું શરૂ કર્યું. તેમનું પોરબંદરમાં એક નાનકડું ઘર હતું પરંતુ હવે તેઓ અમદાવાદમાં પાંચ બેડરૂમ હોલ કિચનના વિશાળ મકાનમાં રહે છે. તેમણે રાજકોટમાંથી સિંગિંગમાં તાલીમ લીધી હતી.

ફરીદામીર 14 વર્ષના હતા ત્યારે તેમણે લગ્ન ગીત ગાયને પોતાની કારકિર્દીની શરૂઆત કરી. આજે તેઓ દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. અત્યાર સુધીમાં તેમણે 1000 જેટલા ભજનના આલ્બમ બહાર પાડ્યા છે. લોકસાહિત્ય ક્ષેત્રે તેમણે પોતાનો આગવું નામ બનાવ્યું છે.

Leave a Comment