ગુજરાતમાં ડુંગરાઓની વચ્ચેથી પ્રગટ થયું 850 વર્ષ જૂનું મહાદેવનું મંદિર, જુઓ તસવીરો

ગુજરાતમાં મહાદેવના લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. ઘણા ભક્તો રોજ શિવજીને યાદ કરીને તેમના દર્શન કરવા જાય છે. તેવામાં મહિસાગર જિલ્લાના કડાણા ડેમ ખાતે એક ચમત્કાર થયો છે.

મહીસાગર જિલ્લાના કડાણા ડેમ જીવાદોરી સમાન ડેમ છે. અહીં જ્યારે ડેમમાં પાણીની સપાટી ઘટી તો પાણીમાંથી મહાદેવ પ્રગટ થયા. ડુંગરોની વચ્ચે પાણીમાંથી મહાદેવનું 850 વર્ષ જૂનું મંદિર પ્રગટ થયું. સમગ્ર રાજ્યમાં પ્રસરી ગઈ અને ભક્તો ના ઘોડાપુર અહીં ઉમટવા લાગ્યા.

મહાદેવનું આ મંદિર અત્યંત પૌરાણિક છે અને તેની સાથે દંતકથા પણ જોડાયેલી છે. આ મંદિર ગુફામાં આવેલું છે અને ભક્તોની આસ્થા તેની સાથે જોડાયેલી છે. મંદિરમાં પૂજા કરતા પૂજારીનું જણાવવું છે કે આમ મંદિર રાજા રજવાડાઓના સમયથી છે અને ડુંગર વચ્ચે ગુફામાં આવેલું હતું. પરંતુ તેમના નિર્માણ સમયે આ મંદિર ડુબાણમાં જતા પાણીમાં ડૂબી ગયું હતું.

જ્યારે ડેમની જળ સપાટી ઘટી ત્યારે આ મંદિર ફરી એક વખત પ્રગટ થયું. લોકોએ અહીં શિવલિંગની પૂજા અર્ચના કરી. મંદિર વિશે લોકવાયકા પણ છે કે અહીં ભાદરવી પૂનમના દિવસે મેળો ભરાતો હતો. પરંતુ મંદિર ડૂબી જતા લોકો આવતા બંધ થયા હતા.

આ મંદિર 850 વર્ષ જૂનું છે અને ૨૦ વર્ષ પછી તે પાણીમાંથી બહાર નીકળ્યું છે અને ભક્તો અહીં દર્શન કરવા ઉમટી પડ્યા છે.

Leave a Comment