ગુજરાતી ફિલ્મની સુંદર અભિનેત્રી નેહા સુધાર આ ગામના છે વતની, જાણો હાલ કરે છે શું ?

છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતી ફિલ્મોનો દાયકો ફરીથી શરૂ થયો છે. જેના કારણે ગુજરાતના ઘણા કલાકારો પ્રખ્યાત બન્યા છે. ગુજરાતી કલાકારો હવે દેશ-વિદેશમાં પણ નામ કમાઈ રહ્યા છે. આવા જ એક અભિનેત્રી નેહા સુધાર છે.

નેહા સુધાર વિશે આજે તમને કેટલીક એવી વાતો જણાવીએ જેના વિશે કોઈ જાણતું નથી. નેહા સુધાર અલગ અલગ આલ્બમ અને એક્ટિંગના માધ્યમથી પ્રખ્યાત થયા છે. તે સોશિયલ મીડિયામાં પણ પ્રખ્યાત છે.

તેમનું મૂળ ગામ મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના સરદારપુરમાં આવેલું છે. વિજાપુર થી 15 કિલોમીટર દૂર સરદારપુર ગામ આવેલું છે. જોકે હાલ નેહાબેન સુધાર ગાંધીનગરના અડાલજમાં રહે છે. તેમના પરિવારમાં બે બહેન અને એક ભાઈ છે. તેમનો ભાઈ તેનાથી નાનો છે પરંતુ નેહાબેન સુધાર ની સફળતા પાછળ તેમને પણ ખૂબ જ મહેનત કરી છે.

તેમના પરિવારમાંથી કોઈ પણ અભિની ક્ષેત્ર સાથે જોડાયેલું ન હતું પરંતુ નેહાબેન ને નાનપણથી જ ગરબા લગ્ન ગીત અભિનય વગેરેમાં રસ હતો. તેથી તેમના કાકા તેને નાના મોટા પ્રોગ્રામમાં સાથે લઈ જતા. ત્યાર પછી તેમણે મહેનત કરી અને આજે સફળતા પ્રાપ્ત કરી છે.

Leave a Comment