મોગલ ધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટતા હોય છે. ભક્તોનું માનવું છે કે જ્યારે પણ તેઓ માતા મોગલ ને યાદ કરીને માનતા રાખે છે તો ગણતરીના દિવસોમાં જ તેમની મનોકામના પૂર્ણ થાય છે.. મમતા પૂરી થવાની સાથે જ ભક્તો દર્શન કરવા મોગલ ધામ દોડી આવે છે.
અહીં આવતા ઘણા ભક્તો એવા હોય છે કે જેમના અશક્ય હોય એવા કામ મોગલમાની માતા રાખવાથી પૂરા થઈ જાય છે. તેવામાં તેઓ હજારો રૂપિયા લઈને મંદિરે પહોંચે છે. પરંતુ મોગલ ધામ ખાતે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. મણીધર બાપુની સમક્ષ જ્યારે પણ કોઈ પૈસા ધરે છે તો મણીધર બાપુ તેને પરત કરી દે છે.
મણીધર બાપુ જણાવે છે કે મનોકામના પૂર્ણ થાય છે તેની પાછળ ભક્તોનો માથામાં રહેલો વિશ્વાસ છે તેના બદલે મંદિરમાં રૂપિયા ધરવાના થતા નથી. ભક્તોએ માતા પર અતૂટ શ્રદ્ધા રાખવાની જરૂર છે. આવા અનેક પરચા ભક્તોને મળી ચૂક્યા છે.
ભક્તો જણાવે છે કે કબરાઉ ધામ ખાતે દર્શન કરવા આવ્યા પછી તેમના જીવનમાંથી દુઃખ દૂર થઈ જાય છે. મોગલ ધામ ખાતે માતાની ગાદી મણિધર બાપુ સંભાળે છે. તેઓ ભક્તોના દુઃખ સાંભળે છે અને તેમને સાંત્વના પણ આપે છે.
તાજેતરમાં જ સુરત થી કચ્છ સુધી એક ભક્ત આવ્યા હતા. તેમનું નામ વિપુલભાઈ હતું. વિપુલભાઈ ઘણા સમયથી પૈસાને લઈને ચિંતામાં રહેતા હતા. તેના રૂપિયા ફસાયા હતા અને તેમને ચિંતા હતી કે હવે તે રૂપિયા પરત નહીં મળે. તેમણે આ ચિંતામાં માતા મોગલ ને યાદ કર્યા અને એવો ચમત્કાર થયો કે તેમના રૂપિયા પરત મળી ગયા.
રૂપિયા પરત મળતા જ તેઓ તુરંત જ કબરાઉ ધામ આવ્યા અને મણીધર બાપુને 11000 રૂપિયા આપ્યા. મણીધર બાપુએ તેની ઉપર એક રૂપિયો મૂકીને તેને પરત આપી અને કહી દીધું કે આ રૂપિયા તેના ઘરની બહેન અને દીકરીઓને આપી દેવામાં આવે.