ઘર ચલાવવા હાઇવે પર શરૂ કરી પંચર રિપેરની દુકાન, મળો નૈનીતાલના આયર્ન લેડી ને

સામાન્ય રીતે મહિલાઓને તમે ઓફિસમાં પુરુષોની સાથે કામ કરતી જોઈ હશે. પરંતુ કેટલાક કામ એવા છે જે કરતા મહિલા જોવા મળે તો ખૂબ જ આશ્ચર્ય થાય છે. જેમકે વાહનના ટાયરના પંચર સાધવાનું કામ જો કોઈ મહિલા કરતી હોય તો તે નવાઈની વાત લાગે છે. કારણ કે આ કામ ખૂબ જ મહેનતનું હોય છે તેથી પુરુષો જ આ કામ કરતા જોવા મળે છે.

પરંતુ નૈનીતાલ હાઇવે ઉપર આ કામ કરતી એક મહિલા જોવા મળે છે. આ મહિલા છે 54 વર્ષના કમલા નેગી. તેઓ છેલ્લા 15 વર્ષથી હાઇવે ઉપર પંચર ની દુકાન ચલાવે છે અને લોકો તેને આયર્ન લેડી તરીકે સંબોધે છે.

કમલાની જે જગ્યાએ દુકાન ધરાવે છે તે જગ્યાએ હાઈવે પર 25 કિલોમીટર સુધી કોઈપણ પ્રકારની પંચર સાંધવાની દુકાન નથી. આ જગ્યાએ ઘર અને દુકાન બંનેને ચલાવે છે કમલા નેગી. આ હાઇવે ઉપરથી પ્રવાસીઓ પણ પસાર થતા હોય છે અને ઘણી વખત તેમને વાહનમાં સમસ્યા થાય છે. તેવામાં ઇમરજન્સીના સમયમાં પણ કમલા લોકોને મદદ કરે છે. કમલા છે કામ કરે છે તેના કારણે અનેક મહિલાઓને પ્રેરણા મળે છે. જોકે જ્યારે તેણે આ કામ શરૂ કર્યું ત્યારે લોકો તેને ખૂબ જ સંભળાવતા હતા.

પરંતુ કમલાએ લોકોની ચિંતા કર્યા વિના પોતાના કામ ઉપર ધ્યાન આપ્યું અને હવે કમલા સમગ્ર પંથકમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે. તે પોતાની દુકાન પર ચલાવે છે અને ઘરનું કામ પણ સંભાળે છે. તે પંચર રીપેર કરવાની સાથે જ વાહન રીપેર કરવાનું કામ પણ શીખી ગઈ છે જેના કારણે તેમને ટાયર ડોક્ટર તરીકે પણ બોલાવવામાં આવે છે. કમલા એ આ કામ વર્ષ 2004 થી શરૂ કર્યું હતું. શરૂઆતમાં તે સાયકલના જ પંચર રીપેર કરી આપતી હતી. ધીરે ધીરે તે મોટા વાહનોના પંચર રીપેર કરવાનું પણ શીખી ગઈ.

કમલા જે કામ કરે છે તેના કારણે અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળે છે અને સમાજ માટે પણ તે ઉદાહરણ બની છે આ કારણે સ્થાનિક સામાજિક સંસ્થાઓ તેનું સન્માન પણ કરી ચૂકી છે.

Leave a Comment