ઘરને લઈને મહિલા હતી ચિંતામાં… માતા મોગલની માની માનતા પછી જે થયું તે જાણીને તમે પણ બોલશો જય માં મોગલ
આપણા રાજ્યમાં અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં દર્શન કરવા જતા ભક્તોને ભગવાનના પરચાં અને ચમત્કારની અનુભૂતિ થાય છે. શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર પડતી નથી. આ વાત ખરા અર્થમાં ઘણા લોકો સાથે સાચી સાબિત થાય છે. આવી જ શ્રદ્ધા લોકોની જોડાયેલી છે માતા મોગલ સાથે.
માતા મોગલ કચ્છના કબરાઉમાં આવેલા મોગલ ધામમાં સાક્ષાત બીરાજે છે. અહીં મોટી સંખ્યામાં એવા ભક્તો દર્શન કરવા દોડી આવે છે જેમને માતાનો પરચો મળ્યો હોય. માતા મોગલ પ્રત્યે દરેક વ્યક્તિને શ્રદ્ધા થઈ જાય છે કારણ કે તેમના પરચાં જ એવા છે.
માતા મોગલ તેના ચરણે આવેલા દરેક ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે. ઈચ્છા પૂર્ણ થતાં કેટલાક ભક્તો તો અહીં હજારો રુપિયા લઈને આવે છે. માતાજીને ભેટ ધરાવવા. પરંતુ અહીં એકપણ રુપિયાનું દાન લેવામાં આવતું નથી. અહીં મણીધર બાપુ માતાની સેવા કરે છે.
મણિધર બાપુ કબરાઉ ધામ બિરાજે છે અને અહીં આવનાર ભક્તો માતાના દર્શન કરી તેમના પણ આશીર્વાદ લેતા હોય છે. તેમનું સ્મરણ કરવા માત્રથી ભક્તોના સંકટ દુર થઈ જાય છે. તાજેતરમાં જ પોતાની માનતા પુરી થયા બાદ એક મહિલા અહીં દર્શન કરવા આવી હતી.
તેણે મણીધર બાપુને જણાવ્યું કે તેનું મકાન વેચાંતુ ન હતું જેના કારણે તેને ચિંતા હતી. તેવામાં તેણે માતા મોગલની માનતા રાખી અને મકાન વેંચાવામાં જે પણ સંકટ નડતર હતા તે દુર થઈ ગયા અને મકાન વેંચાઈ ગયું. તેમણે તુરંત કબરાઉ ધામ આવવાનું નક્કી કરી લીધું.
તે અહીં આવ્યા અને મણીધર બાપુના ચરણોમાં 11 હજાર રુપિયા મુક્યા. મણીધર બાપુએ રુપિયા માથે ચડાવ્યા અને પછી મહિલાને પરત કરી દીધા. તેમણે કહ્યું કે આમાંથી અડધા રુપિયા તેના ફઈજી સાસુ અને અડધા તેની દીકરીને આપવામાં આવે.