ચોટીલામાં આવેલા આ મહાદેવ મંદિરનું પાણી છે ખૂબ જ પવિત્ર, કુંડનું પાણી પીવાથી રોગ થાય છે દૂર

ગુજરાત ફરમા ઘણા બધા પવિત્ર યાત્રાધામ આવેલા છે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે જતા હોય છે. જ્યારે શ્રદ્ધાથી ભગવાનનું ભજન કરવામાં આવે ત્યારે દુઃખ દૂર થઈ જાય છે. આજે તમને આવા જ એક ચમત્કારિક મંદિર વિશે જણાવીએ.

આ મંદિર વિશે માન્યતા છે કે અહીં કુંડમાં આવેલું પાણી પીવાથી શરીરના રોગ દૂર થાય છે. આ મંદિર ચોટીલા નજીક આવેલું છે. ચોટીલા નજીક જંગલ વિસ્તારમાં ઝરીયા મહાદેવનું મંદિર આવેલું છે જે હજારો વર્ષ જૂનું હોવાની માન્યતા છે. અહીં જે શિવલિંગ છે તેની ઉપર કુદરતી રીતે જ વર્ષોથી પાણી જરે છે તેથી જ આ સ્થળને ઝરીયા મહાદેવ કહેવાય છે.

ઉનાળો હોય કે દુકાળ હોય પરંતુ ક્યારેય અહીં મહાદેવ પર પડતું પાણી બંધ થયું નથી. આજ સુધી કોઈએ પણ જાણી શક્યું નથી કે આ પાણી ક્યાંથી આવે છે. મહાદેવની ઉપર કુદરતી રીતે પાણી પડે છે તે ચમત્કાર ને જોવા પણ લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા આવે છે.

અહીં એક કુંડ પણ આવેલું છે તેનું પાણી પીવાથી શરીરના રોગ અને બીમારીઓ દૂર થાય છે તેવી પણ લોકોમાં માન્યતા છે. ભક્તોનું કહેવું છે કે જરીયા મહાદેવના દર્શન કરવાથી તેમના દુઃખ દૂર થઈ જાય છે અને મનની ઈચ્છા પૂરી થાય છે.

Leave a Comment