છ વર્ષનો દીકરો મુંબઈથી સાયકલ ચલાવીને પહોંચ્યો મા આશાપુરાના મંદિર…

ભગવાન પ્રત્યે એકવાર લગ્ન લાગી જાય પછી કોઈ જ કામ અશક્ય રહેતું નથી. આવું જ કંઈક આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ. ભારતભરમાં આમ તો ઘણા બધા પ્રસિદ્ધ મંદિર આવેલા છે તેમાંથી એક સુપ્રસિદ્ધ મંદિર કચ્છમાં આવેલું છે. કચ્છમાં માતા આશાપુરા ના મઢ આવેલા છે. અહીં નવરાત્રી સમયે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે.

તેમાં આ વર્ષે માતા આશાપુરા ના દર્શન કરવા માટે એક નાનકડો બાળક આવ્યો હતો. આ નાનકડો દીકરો ચર્ચામાં એટલા માટે છે કે તે 1000 કિલોમીટર દૂર સાયકલ ચલાવીને દર્શન કરવા આવ્યો હતો. છ વર્ષના દીકરાએ કચ્છમાં બિરાજતા આશાપુરા માતાજીના દર્શન કરવા મુંબઈથી સાયકલ ચલાવી હતી. 1000 કિલોમીટર સુધી સાયકલ ચલાવીને આવ્યો હોવાથી તેની ભક્તિને લોકો નમન કરી રહ્યા છે.

માતાના મઢ ખાતે નવરાત્રી દરમિયાન અનેક લોકો પગપાળા દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ત્યારે આ વર્ષે આ બાળકે 1000 કિલોમીટર સાયકલ ચલાવીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. સૌથી ખાસ વાત તો એ છે કે આ બાળકની ઉંમર ફક્ત છ વર્ષની છે અને આ ઉંમરમાં તેને માતાની લગ્નની એવી લાગી કે તેણે હજારો કિલોમીટરનું અંતર કાપી લીધું.

માતાજીની કૃપાથી તે હેમખેમ મુંબઈથી કચ્છ સુધી પહોંચી ગયો. છ વર્ષના આ બાળકનું નામ નક્ષ છે અને તે એક સંઘની સાથે આશાપુરા આવ્યો હતો. બધા જ લોકો સાયકલ ચલાવીને કચ્છ આવ્યા હતા. તેવામાં બાળકને માતાજીના દર્શન કરવાની એટલી ઈચ્છા હતી કે તેને પણ સાયકલ ચલાવીને દર્શન કરવાનું નક્કી કરી લીધું. સંઘમાં તેની સાથે તેના પિતા પણ હતા.

આ સંઘ જ્યાંથી પણ પસાર થતો ત્યાં લોકો છ વર્ષના બાળકને સાયકલ ચલાવતો જોઈને આશ્ચર્યમાં પડી જતા. જોકે માતાજીએ પણ આ બાળકને રસ્તામાં કોઈ પણ પ્રકારનું સંકટ પડવા દીધું નહીં અને નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન કર્યા.

Leave a Comment