જાણીતા બાળ કલાકાર જીગર ઠાકોરના પિતા નું અવસાન

ગુજરાતમાં એવા ઘણા કલાકારો છે જેમણે નાની ઉંમરમાં મોટું નામ કમાયું છે. તેમાંથી એક જીગર ઠાકોર પણ છે. પરંતુ જીગર ઠાકોરના જીવનમાં હાલ દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. તાજેતરમાં જ જીગર ઠાકોર ના પિતા નું અચાનક અવસાન થયું છે.

ગુજરાતના બાળ કલાકાર તરીકે જાણીતા અને લાખો લોકોના દિલ પર રાજ કરતા જીગર ઠાકોરના પરિવાર ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. જીગર ઠાકોર ના પિતા સોરાબજી ઠાકોર પાંચ તારીખના રોજ અવસાન પામ્યા છે.

અવસાન કયા કારણોસર થયું તે સામે આવ્યું નથી. પરંતુ આ સમાચારથી સંગીત જગતના કલાકારોમાં દુઃખનું મોજો ફરી વળ્યું છે. દિલ પગલી સહિતના કલાકારોએ જીગર ઠાકોરના પરિવારને શાંત્વના પાઠવીને તેમના પિતા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

થોડા સમય પહેલા જ જીગર ઠાકોરનો એક વિડિયો વાયરલ થયો હતો. ત્યાર પછી દેવ પગલી સાથે માટલા ઉપર માટલું ગીત ગાવાની તેમને તક મળી. ત્યાર પછી તે રાતોરાત પ્રખ્યાત કલાકાર બની ગયા. કારણ કે આ ગીત એ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. આ ગીતના કારણે ન માત્ર દેશમાં પરંતુ વિદેશમાં પણ જીગર ઠાકોર પ્રખ્યાત થઈ ગયા.

જીગર ઠાકોર તેના માતા પિતાની ખૂબ જ નજીક છે તાજેતરમાં જ તેણે એક કાર ખરીદીને પોતાના માતા પિતા નું સપનું પૂરું કર્યું હતું. જોકે જીગર ઠાકોર તેમના માટે એક મોટું મકાન બનાવવા માંગતો હતો પરંતુ આ સપનું પૂરું થાય તે પહેલા જ તેના પિતાએ દુનિયાને અલવિદા કહી દીધું.

Leave a Comment