ટીમ ઇન્ડિયામાં પણ લગ્નની સિઝન જામી છે. એક પછી એક બધા જ ક્રિકેટરો જાણે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ક્રિકેટરે લગ્ન કર્યા છે. ટીમ ઇન્ડિયાના ક્રિકેટર શાર્દૂલ ઠાકોરે પોતાની પ્રેમિકા મિતાલી પારુલકર સાથે મુંબઈમાં મરાઠી રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે.
શાર્તુલ પહેલા જ ક્રિકેટર અક્ષર પટેલ, કે એલ રાહુલ, હાર્દિક પંડ્યા લગ્ન કરી ચુક્યા છે. ત્યાર પછી શાર્દુલ ઠાકોરે લગ્ન કર્યા છે. લગ્ન પછી બંનેએ પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
શરદુલ અને મિતાલીએ ધામધૂમથી મરાઠી રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. લગ્ન પહેલાં તેમની સંગીત સેરેમની અને પીઠી થઈ હતી તેની તસવીરો અને વિડિયો પણ તેમણે શેર કર્યા હતા જે વાયરલ થઈ રહ્યા છે. શરતુલના લગ્નમાં રોહિત શર્મા શ્રેયસ ઐયર સહિતના ખેલાડીઓ આવ્યા હતા.
યજુવેન્દ્ર ચહલ ની પત્ની ધનશ્રી વર્મા પણ આ લગ્નમાં જોવા મળી હતી. શાર્દુલ ઠાકોરે મિતાલી સાથે સંગીત શર્માની પહેલા પુલ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં પોતાના પરિવારની હાજરીમાં બધા લોકોએ ખૂબ મોજ મસ્તી કરી હતી
શાર્દુલે મિતાલી સાથે નવેમ્બર 2021 માં સગાઈ કરી હતી. શાર્દૂલ ની પત્ની એક બિઝનેસ છે અને તે પોતાની કંપની ચલાવે છે. હવે બંનેએ લગ્ન કરી લીધા છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.