છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં રોડ અકસ્માતની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. આવા અકસ્માત થી કેટલા અકસ્માત એવા હોય છે જેમાં પડવારમાં જ એક આખે આખો પરિવાર વેરવિખેર થઈ જાય છે.
તાજેતરમાં જ આવો અકસ્માત મહીસાગરના બાલાસિનોરમાં થયો હતો. અહીં ટ્રકની અડફેટે એક બાઈક આવી જતા બાઈક સવાર પરિવારનું મોત થયું હતું.
બાઈકમાં પતિ પત્ની પોતાના ત્રણ વર્ષના બાળક સાથે જઈ રહ્યા હતા તેમનું કમ કમાટી ભર્યું મોત ટ્રકની અડફેટે આવી જતા નીપચ્યું હતું. આ અકસ્માતની જાણ લોકોએ તુરંત જ પોલીસને કરી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમણે સમગ્ર મામલે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
પોલીસે મૃતકોની ઓળખ માટે જાણકારી મેળવતા સામે આવ્યું કે મહીસાગરના બાલાસિનોરમાં ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. જેના કારણે બાઈકમાં સવાર એક પરિવારના ત્રણ લોકો રસ્તા પર પડી ગયા અને તેના ઉપર ટ્રકનું ટાયર ફરી વળ્યું જેના કારણે ત્રણેયનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું.
મળતી માહિતી અનુસાર બાઇકમાં સવાર અને મોતને ભેટેલા ત્રણ લોકો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રહેવાસી હતા. ગમખબાર અકસ્માત બન્યા પછી ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. ટ્રકનાવેલીની નીચે આવી ગયેલા ત્રણેય લોકોના ખમક માટે ભર્યા મોત નીપજ્યા અને તેમની ચીસો સાંભળીને આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.