ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ભયંકર ઠંડી પડી રહી છે. દિવામાં એક વિદ્યાર્થીની માટે ઠંડી ખરેખર કાતિલ બની છે. રાજકોટમાં આ ઘટના બની છે. આ ઘટના અંગે જાણવા મળતી માહિતી અનુસાર રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ.વી. જસાણી સ્કૂલમાં અભ્યાસ કરતી રિયા નામની વિદ્યાર્થીની નું ઠંડીના કારણે મોત થઈ ગયું હતું.
રિયા ધોરણ 8 માં અભ્યાસ કરતી હતી અને સવારે 7 કલાકે સ્કૂલમાં બેસીને શાળાએ પહોંચી હતી. 7:30 કલાકે સ્કૂલમાં પ્રાર્થના ચાલી રહી હતી. પ્રાર્થના પછી જ્યારે રિયા પોતાના ક્લાસમાં ગઈ તો અચાનક જ તેને ઠંડી લાગવા લાગી. કોઈ કાંઈ કરે તે પહેલા જ તે બેભાન થઈને ઢળી પડી.
શાળાના સંચાલકોએ 108 ની ટીમને બોલાવી અને રિયા ને બેભાન હાલતમાં 108 માં બેસાડી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેનો રિપોર્ટ કરીને તેને મૃત જાહેર કરી. આ વાતનું જાણ વિદ્યાર્થીની ના પરિવારને થતા તેમના પર આભ તૂટી પડ્યું.
વિદ્યાર્થીનીના પરિવારનો આક્ષેપ છે કે શાળાનું નિયમ છે કે તેમના સ્વેટર સિવાય બીજું કંઈ પહેરી શકાય નહીં તેવામાં રિયા ને વધારે ઠંડી લાગતી હતી અને ઠંડીના કારણે જ તેની તબિયત બગડી ગઈ. રિયા ની માતાએ એવું પણ જણાવ્યું કે શાળાએ આપેલા સ્વેટર ઠંડી ઝીલી શકે તેવા ન હતા.
તેવામાં તેને પોતાની ફુલ જેવી દીકરી ગુમાવવાનો વારો આવ્યો. તેમનું કહેવું છે કે રિયા એકદમ તંદુરસ્ત હતી અને તેને કોઈપણ પ્રકારની બીમારી ન હતી. ઠંડીના કારણે તેનું રક્તજામી ગયું અને હૃદય બંધ પડી ગયું. રિયાને એટલી ઠંડી લાગી કે દસ મિનિટમાં જ તેનું મોત થઈ ગયું.