આજના સમયમાં મોટાભાગના લોકો એકબીજાનું સાથ આપવાનું અને તેમની મદદ કરવાનું મહત્વ સમજી ગયા છે. લોકો એકબીજાને મદદ કરીને માનવતા મહેકાવતા હોય છે. સાથે જ હવે લોકો અંગદાન નું મહત્વ પણ સમજવા લાગ્યા છે. મૃત્યુ પછી પણ ઘણા લોકો અંગદાન કરીને અન્ય લોકોને નવું જીવન આપે છે
તાજેતરમાં ડીસામાં પણ એક પરિવાર એ આવું જ મહાન કામ કર્યું છે. ડીસામાં એક પરિવારમાં 81 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થતાં તેના દેહનું દાન મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું. તેમના દેહનો ઉપયોગ હવે મેડિકલમાં ભણતા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કરશે. ડીસામાં રહેતા સિંચાઈ વિભાગમાં કામ કરતા ઇન્સ્પેક્ટર નું મૃત્યુ થયું હતું તેમનું નામ દિનેશચંદ્ર દવે હતું
દિનેશચંદ્ર દવે નું મૃત્યુ થતાં તેમના પરિવારને નક્કી કર્યું કે તેમના દેહનું દાન મેડિકલ કોલેજમાં કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ રિસર્ચ કરવા માટે અને નવી નવી શોધ માટે તેમનો ઉપયોગ કરી શકે. તેમના પરિવારનું કહેવું છે કે જ્યારે દિનેશભાઈ 60 વર્ષના હતા ત્યારે જ તેમણે પોતાની દીકરી અને પત્નીને આ વાત જણાવી દીધી હતી કે જ્યારે તેમનું મૃત્યુ થાય ત્યારે તેના દેહનું ધ્યાન વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે.