દીકરાએ પિતાને મેસેજ કર્યો કે મને ગાંધી બ્રિજ નીચેથી લઈ જાઓ… પિતા ત્યાં પહોંચ્યા તો દ્રશ્ય જોઈ થર થર ધ્રુજવા લાગ્યા

આજના સમયમાં દરેક વ્યક્તિનું જીવનમાં કોઈને કોઈ ચિંતા તો હોય જ છે પરંતુ કેટલાક લોકો તેનું સમાધાન શોધીને જીવન જીવી લેતા હોય છે. તો કેટલાક લોકો આ દુઃખ સામે હારી જાય છે અને ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે. આવી જ ઘટના તાજેતરમાં અમદાવાદના મેમનગર વિસ્તારમાં બની હતી. જ્યાં 31 વર્ષના યુવકે પોતાનું જીવન ટૂંકાવી લીધું.

અમદાવાદના મેમનગરમાં 31 વર્ષીય અંકિત ભટ્ટ પોતાના પરિવાર સાથે રહેતો હતો. બ્રોકર તરીકે કામ કરતો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી તે ખૂબ જ ચિંતામાં રહેતો અને કોઈ વિચારોમાં ખોવાયેલો રહેતો. આવી સ્થિતિમાં તે સ્ટ્રેસમાં આવી ગયો હતો.

આ ઘટના બની તેના બે દિવસ બાદ અંકિત નો જન્મદિવસ હોવાથી પરિવાર તેની ઉજવણી કરવાની તૈયારીઓ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ અંકિત પોતાના ઘરેથી બહાર ગયો અને સાબરમતી નદી પર આવેલા ગાંધી બ્રિજ પર પહોંચ્યો. ગાંધી બ્રિજ પરથી તેણે પોતાના પિતાને મેસેજ કર્યો કે તેને ગાંધી બ્રિજ નીચેથી લઈ જાય… પિતાના ફોનમાં આ મેસેજ આવ્યો કે તેઓ તુરંત જ ગાંધી બ્રિજ પહોંચવા નીકળી ગયા.

પરંતુ પિતાને એ વાતની જાણ હતી નહીં કે તેના દીકરાને ગાંધી બ્રિજ પરથી પડતું મૂકી દીધું છે. જ્યારે બ્રિજ પરથી પસાર થતા લોકોએ પાણીમાં મૃતદેહ તરતો જોયો તો ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી. જ્યારે અંકિત ના પિતા ગાંધી બ્રિજ પર પહોંચ્યા ત્યારે પોલીસે તેનો મૃતદેહ બહાર કાઢી ગાંધી બ્રિજ નીચે રાખ્યો હતો. પોતાના દીકરાને ઘરે લેવા આવ્યા હતા તેમની સામે તેને મૃતદેહ જોયો.

એકના એક દીકરાનું આ રીતે અવસાન થતાં ધ્રુજવા લાગ્યા. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે બ્રોક્રિંગના વ્યવસાયમાં તેની કંપની ઉપર દેવું થઈ ગયું હતું જેના ટેન્શનમાં અંકિતે પોતાનું જીવન ટુંકાવી લીધું.

Leave a Comment