કચ્છના કાબરાઉમાં બિરાજતામાં મોગલ હાજરા હજૂર છે. અત્યાર સુધીમાં મા મોગલના અનેક ભક્તોને માતાનો ચમત્કાર નો પરચો મળી ચૂક્યો છે અને તેમનું જીવન ધન્ય થઈ ચૂક્યું છે. માતા મોગલ માં જે શ્રદ્ધા ધરાવે છે તેના મનની દરેક મનોકામના માતા પૂરી કરે છે. 18 વરણની માતા મોગલ ના ધામમાં જે પણ વ્યક્તિ દર્શને આવે છે તેનો ઉદ્ધાર થઈ જાય છે.
કહેવાય છે કે માતા મોગલના ધામમાં દુઃખી મનથી વ્યક્તિ આવે છે પરંતુ તે પરત જાય છે ત્યારે તેના દુઃખોનો અંત થઈ ગયો હોય છે. માતા મોગલ પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી અને એટલે જ અહીં દર્શન માત્રથી પણ લોકોના મનની ચિંતા દૂર થઈ જાય છે. માતાજીની સેવા કચ્છના કાબરાઉમાં રહીને મણીધર બાપુ કરે છે.
તાજેતરમાં જ માતાના ચમત્કાર નો પરચો એક પિતા અને તેના સંતાનને મળ્યો હતો. કોરોનાના કારણે બે વર્ષ થી પુત્રના અભ્યાસને ખૂબ જ અસર થઈ હતી. તેવામાં પુત્ર ધોરણ 12 સાયન્સમાં આવ્યો. તે અભ્યાસમાં નબળો હોવાથી પિતાને ચિંતા હતી કે તે સારા ટકા સાથે પાસ થશે કે નહીં. તેણે આ ચિંતા માં મોગલ સામે વ્યક્ત કરી અને સારા રિઝલ્ટ માટે માનતા રાખી.
માતાજીના આશીર્વાદથી પુત્ર એ ધોરણ 12 માં સારી મહેનત કરી અને ધોરણ 12 સાયન્સમાં સારા ટકા સાથે પાસ થયો. રીઝલ્ટ આવતા ની સાથે જ પિતા અને પુત્ર મોગલ ધામ આવવા નીકળી ગયા. અહીં આવીને તેમણે મણીધર બાપુના ચરણોમાં 1100 રૂપિયા ધર્યા. મણીધર બાપુએ 1100 રૂપિયાની ઉપર એક રૂપિયો આપી અને રૂપિયા પરત કરી તેને જણાવ્યું કે આ રૂપિયા તમારી દીકરીને આપી દેજો અને કહેજો માતા મોગલ એ આપ્યા છે.
મોગલ ધામ માં માતાજી હાજરાહજૂર બિરાજે છે. અહીં એવા પણ દાખલા છે કે જેમાં 50 વર્ષની ઉંમર સુધી સંતાન થયું ન હોય પણ માતા મોગલ ની માનતા રાખ્યા પછી સંતાન પ્રાપ્તિ થઈ હોય. લગ્નના 14 વર્ષ પછી પણ દંપત્તિને સંતાન સુખ પ્રાપ્ત થયું હોય તેવા ચમત્કાર પણ મોગલ ધામમાં થયા છે.