દુનિયાભરમાં 1100 થી વધારે મંદિર બનાવ્યા… જાણો પ્રમુખસ્વામીની જીવનયાત્રાની ખાસ વાતો…

પ્રમુખસ્વામી મહારાજની 100 મી જન્મ જયંતી ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. આ ઉજવણી માટે લોકોએ સાથે મળી પ્રમુખસ્વામી નગરની રચના કરી છે. પ્રમુખસ્વામી નગર ની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો દેશ-વિદેશથી અમદાવાદ આવી રહ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજનો જન્મ 1921 ના રોજ વડોદરામાં થયો હતો. તેમને નાનપણથી જ ભક્તિમાં રસ હતો. તેમણે 18 વર્ષની ઉંમરમાં જ શાસ્ત્રીજી મહારાજની નિશ્રામાં સંન્યાસ લઈ લીધો. 28 વર્ષની નાની ઉંમરમાં જ તે બીએપીએસ સંસ્થાના પ્રમુખ બની ગયા અને આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા.

પ્રમુખસ્વામી મહારાજ એ પોતાના જીવનકાળ દરમિયાન 1100થી વધારે મંદિર દેશ-વિદેશમાં બનાવ્યા. તેઓ પોતાના કરુણામય સ્વભાવ માટે દુનિયાભરમાં જાણીતા છે.

પ્રમુખસ્વામી મહારાજને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પણ ખૂબ જ માનતા હતા. વડાપ્રધાન મોદી તો તેમને પોતાના પિતાની તુલનાએ માનતા હતા.

પ્રમુખસ્વામી એ અમેરિકા જેવા દેશમાં 70 થી વધુ મંદિરો બનાવ્યા છે. તેમણે હજારો યુવાનોને વ્યસનની માયાજાળમાંથી મુક્ત કર્યા છે. વર્ષ 2016 માં પ્રમુખસ્વામી મહારાજ એ સારંગપુર ખાતે દેહ ત્યાગ કર્યો હતો. ત્યારથી મહંત સ્વામી મહારાજ બીએપીએસ ની કમાન સંભાળે છે.

Leave a Comment