દુબઈથી સોનુ લાવવા યુવકે કર્યું આ કામ… પણ કસ્ટમ ઓફિસરે ખોલી નાખી તેની પણ પોલ

વિદેશથી જ્યારે લોકો ફરીને ભારત આવે છે ત્યારે પોતાની સાથે કેટલીક કીમતી વસ્તુઓ લાવે છે. તેમાં પણ વાત દુબઈની કરવામાં આવે તો અહીંથી લોકો દાણચોરી કરીને સોનુ લાવતા હોય છે. એરપોર્ટ ઉપર કસ્ટમરના અધિકારીઓ સોનું ઝડપી ના લે તે માટે લોકો અવનવા કીમિયા અજમાવે છે.

તાજેતરમાં જ એક યુવક દુબઈથી આવી જ રીતે સોનુ ચોકલેટમાં છુપાવીને લાવ્યો હતો. કસ્ટમ વિભાગ થી બચવા માટે યુવાને 19 લાખનું સોનું ચોકલેટમાં છુપાવ્યું હતું. પરંતુ કસ્ટમ ના અધિકારીઓએ પણ તેની પોલ ખુલ્લી પાડી દીધી. મુંબઈ એરપોર્ટ ઉપર આ ઘટના બની હતી

દુબઈ થી મુંબઈ ફ્લાઈટમાં આવેલા એક યુવાન પર કસ્ટમ અધિકારીઓએ શંકા જતા તેને રોકીને તેની તપાસ શરૂ કરી હતી. યુવાનોના સામાન્યની તપાસ કરતાં તેના બેગમાંથી અને શર્ટ માંથી ચોકલેટ નીકળી હતી. સામાન્ય નજરે તો તે ચોકલેટ જ લાગતી હતી પરંતુ જ્યારે ઓફિસરોએ ચોકલેટનું રેપર ખોલ્યું તો તેમાં સોના ઉપર ચોકલેટનું પડ ચડાવેલું જોવા મળ્યું

તેણે 24 કેરેટનું 370 ગ્રામ જેટલું સોનું ચોકલેટમાં છુપાવ્યું હતું જેની અંદાજિત કિંમત 19 લાખ જેટલી થાય છે. ઇન્ટરનેટ ઉપર મુંબઈના કસ્ટમ વિભાગ એ ટ્વીટરના માધ્યમથી આ વિડીયો પોસ્ટ કર્યો હતો.

Leave a Comment