મુકેશ અંબાણી અને તેના પરિવારના સભ્યો વિશે જાણવા માટે લોકો હંમેશા આતુર રહે છે. આ પરિવારની આગવી છાપ છે અને તેઓ સતત પ્રગતિ કરી રહ્યા છે. તેથી જ તેમના વિશે તેમના શોખ વિશે જાણવા માટે લોકો તલ પાપડ રહે છે.
એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી દર કલાકે સાત કરોડથી લઈને 10 કરોડ સુધીની કમાણી કરે છે. મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે અને વિશ્વના નવમા નંબરના ધનિક વ્યક્તિ છે. તાજેતરમાં જ મુકેશ અંબાણીની કમાણીમાં 24% નો વધારો થયો છે અને તેઓ ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે
આજે તમને મુકેશ અંબાણી વિશે એક ખાસ વાત જણાવીએ. તેમના ઘરે કોઈ પણ વ્યક્તિ આવે તો તેને ખૂબ જ ભાવથી ભોજન કરાવવામાં આવે છે. મુકેશ અંબાણીની લાઈફ સ્ટાઈલ અને રહેણીકરણીથી તો લોકો વાકેફ છે પરંતુ મોટાભાગના લોકો એ વાત નથી જાણતા કે તેને ભોજનમાં સૌથી વધારે શું પસંદ છે. આજે તમને જણાવીએ કે મુકેશ અંબાણીને ભોજનમાં સૌથી વધારે શું ભાવે છે.
દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને ભોજનમાં ઇડલી સંભાર અને બાજરાના રોટલા ખાવાનું પસંદ છે. સાથે તેમને દાળ ભાત અને રોટલી ખાવી પણ ગમે છે. જોકે તેમની સૌથી પ્રિય વાનગી ઈડલી સાંભાર છે. ઘણી વખત તેઓ વિદેશ ટ્રાવેલ કરતા હોય છે ત્યારે પણ એરપોર્ટની કેન્ટીનમાં ઈડલી સંભારનો જ ભોજન કરે છે.
મુકેશ અંબાણીને મુંબઈમાં આવેલી સ્વાતિ રેસ્ટોરન્ટમાં જમવાનું ખૂબ જ ગમે છે. જ્યારે પણ તેઓ ઘરમાં ન હોય અને ઘરથી દૂર હોય ત્યારે ગુજરાતી ભોજન ખાવાનું જ પસંદ કરે છે. તેમણે જણાવ્યું હતું કે નીતા અંબાણીને પણ રસોઈ બનાવી ખૂબ જ ગમે છે જ્યારે પણ તે ફ્રી હોય છે ત્યારે તે ઘરે ભોજન બનાવે છે અને પરિવારને જમાડે છે.