આજના સમયમાં પણ ઘણા ઘરમાં પુત્રવધુ ને ત્રાસ સહન કરવો પડે છે. પરંતુ મોટાભાગે દીકરીઓ માતા પિતાના સંસ્કાર અને સમાજના દરે દુઃખ સહન કરીને જીવન પસાર કરી લેતી હોય છે. માતા-પિતા પણ લોકો શું કહેશે તે વાતના ડરથી દીકરીને દુઃખ ભરેલું જીવન જીવવા સલાહ આપતા હોય છે. જોકે તેવામાં એક ભાભીએ તેની નણંદ માટે જે કર્યું તે ઘટના જાણવા જેવી છે.
ઉચ્ચ અભ્યાસ કરેલી નીરુ નામની જોતી ના લગ્ન વિદેશમાં કામ કરતા એન્જિનિયર અતુલ સાથે ધામધૂમથી કરવામાં આવ્યા. અતુલના માતા પિતા ગામડામાં રહેતા હતા જ્યાં કોઈપણ પ્રકારની સગવડ પણ ન હતી. લગ્ન પછી શરૂઆતમાં અતુલે નીલુ ને સમજાવ્યું કે તે થોડા દિવસ તેના સાથે રહે પછી તે વિદેશ બોલાવી લેશે.
પરંતુ લગ્ન પછી અતુલ વિદેશ જતો રહ્યો પણ નીલુના જવાની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવી. બીજી તરફ નીલુ ને તેના સાસરે પણ સાસુ સસરા ત્રાસ આપવા લાગ્યા. જ્યારે નીલુ એ બધી વાત તેના પતિને કહી તો તેને પણ કહી દીધું કે જે તને કહેવામાં આવે તે નહીં કરે તો તેને ગુમરામણ ભરેલું જીવન જ જીવવું પડશે…
આ દરમિયાન તે એક વખત પોતાના પિયર આવી અને પોતાની ભાભી દીપ્તિ ને બધી જ વાત જણાવી. નીલુના માતા પિતાએ લોકોના ડરે તેને સાસરે પરત ફરી જવા જ કહ્યું પરંતુ દીપ્તિ નણંદને દુઃખી જીવનમાંથી મુક્ત કરાવવા માટે અડગ થઈ ગઈ. નીલુ એ સમગ્ર બાદ તેની ભાભી ને જણાવી અને કહ્યું કે તેને હવે સાસરે નથી જવું આ વાતથી તેની ભાભી એ તેને મદદ કરવાનું નક્કી કરી લીધું.
નીલુના લગ્નને ત્રણ મહિના જ થયા હતા પરંતુ તેમ છતાં દીપ્તિએ છુટાછેડા ની વાત ઘરમાં કરી દીધી. આ વાતથી નીલુના માતા-પિતા પણ રોસે ભરાયા અને કહી દીધું કે આ પરિવારમાં આજ સુધી કોઈના છૂટાછેડા નથી થયા હવે આવું થશે તો સમાજમાં પરિવારની નિંદા થશે. દીકરીના માતા પિતા આવું કહી રહ્યા હતા પરંતુ તેની ભાભી એ તેને સાથ આપ્યો. તેનું કહેવું હતું કે સમાજની બીકે અને ખોટા અભિમાનમાં દીકરીનું જીવન બરબાદ થાય તેના કરતાં દીકરી પિયરમાં સુખી રહે તે વધારે જરૂરી છે.
તેણે પોતાની નણંદને તેના સાસરે પરત જવા દીધી નહીં અને ઉચ્ચ શિક્ષિત હોવાથી તેને નોકરી અપાવી પગભર કરી દીધી. સાથે જ પોતાના સાસુ સસરા ને પણ સમાજના ડરની માનસિકતા માંથી બહાર કાઢ્યા.