છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદ તોફાની બેટીંગ કરી રહ્યો છે. તેમ છતાં લોકોને બફારાથી રાહત મળતી નથી. તેવામાં મેઘરાજા નવરાત્રી સમયે દેખા દેશે કે કેમ તેની પણ ચર્ચા શરુ થઈ છે. વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ધમાકેદાર વરસાદ થવાની આગાહી કરી છે.
રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. આ પાંચ દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ છે. તેના કારણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ વખતે નવસારી, દમણ, વલસાડ ખાતે પણ ભારે વરસાદ થશે.
આ સિવાય ભરુચ, ડાંગ ખાતે પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં સક્રીય થયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે ભારે વરસાદ આગામી પાંચ દિવસ રાજ્યભરમાં થઈ શકે છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, ભાવનગર, અમદાવાદ, બોટાદ, વલસાડ, નવસારી, દમણ ખાતે પણ ભાર વરસાદ થઈ શકે છે. આ સિવાય નવરાત્રી દરમિયાન પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં વાવાઝોડું પણ ત્રાટકી શકે છે.