દુનિયામાં જે વ્યક્તિનો જન્મ થાય છે તે દિવસથી જ તેનું મૃત્યુ ક્યારે થશે તે નક્કી હોય છે. જન્મ અને મૃત્યુ કોઈના હાથની વાત નથી. મૃત્યુ પહેલા સારું જીવન જીવવા માટે લોકો દિવસ રાત મહેનત કરે છે. પરંતુ ઘણી વખત કેટલાક લોકો સાથે એવી ઘટના બની જાય છે કે તેઓ જીવતા જીવત મોતના મુખમાં ધકેલાઈ જાય છે.
આવી જે ઘટના સુરતના એક પરિવાર સાથે બની. સુરતમાં એક પરિવાર હાલ ખૂબ જ મુશ્કેલ સમય પસાર કરી રહ્યો છે. આ પરિવારમાં બે ભાઈ અને માતા પિતા રહેતા હતા. મોટાભાઈનું નામ હિંમતભાઈ અને નાનાભાઈ નું નામ ભરતભાઈ હતું. બંને પોતાના પરિવાર સાથે શાંતિથી અને સુખેથી જીવન પસાર કરતા હતા પરંતુ એક દિવસ અચાનક ભરતભાઈની બંને કિડની ફેલ થઈ ગઈ.
તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બંને ભાઈઓ પરિવારનું ભરણપોષણ ચલાવવા માટે દરજી કામ કરતા હતા. નાના ભાઈને કિડનીની તકલીફ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેની કિડની ફેલ થઈ ગઈ છે.
આ કપરા સમયમાં ભાઈનો જીવ બચાવવા માટે મોટાભાઈએ નાના ભાઈ ની સારવાર કરાવવા માટે તેની દુકાન દરજીકામની વસ્તુઓ ઘરની કીમતી ઘરવખરી સહિતનું બધું જ વેચી નાખ્યું.
આ સારવાર દરમિયાન ભરતભાઈ ના પિતાને પણ એક વખત હાર્ટ એટેક આવી ગયું. ત્યારે તેમણે ઘરનું મકાન પણ વેચી નાખ્યું અને ભાડાના મકાનમાં હવે જીવન જીવી રહ્યા છે. નાના ભાઈનો જીવ બચાવવા માટે મોટાભાઈએ બધું જ વેચી નાખ્યું છતાં પણ તેની સારવાર થઈ શકી નહીં અને હવે ભરતભાઈ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.