કહેવત છે ને કે જ્યારે કોઈ વ્યક્તિનો સમય આવે તો તેને અચાનક કરોડપતિ બનતા પણ કોઈ અટકાવી શકે નહીં. પરંતુ સમય પહેલા કોઈને કંઈ મળતું નથી. આવો જ એક કિસ્સો તાજેતરમાં ચીલી દેશમાં બન્યો છે. અહીં એક દીકરાને પોતાના પિતાની 60 વર્ષ જૂની બેંકની પાસબુક મળી અને તેનો ભાગ્ય એક ઝટકે બદલી ગયું.
આ ઘટના બની છે.હીનોજોસના નામના યુવક સાથે. તેના પિતાએ વર્ષ 1970 માં પોતાનું ઘર ખરીદવા માટે બચત કરવાની શરૂઆત કરી હતી. જેની કુલ રકમ 140000 પસો થાય છે. આજના સમયમાં આ રકમ કુલ ૧૬૩ ડોલર થાય છે જે બેંકમાં નિષ્ક્રિય થઈને પડી હતી.
હીનુ જોસના પિતાનું અવસાન થયા પછી વર્ષો સુધી તેણે પાસબુક જોઈએ જ ન હતી. તેણે પિતાની બધી જ વસ્તુઓ એક પેટીમાં બંધ કરીને રાખી હતી એક દિવસ અચાનક તેને પિતાની જૂની વસ્તુઓ ફંફોડવાની ઈચ્છા થઈ અને તેમાંથી આ પાસબુક નીકળી આવી. તેણે પાસબુક જોઈ ખબર પડી કે રોકાણનું એનો ટેશન પણ હતું. આજના સમયમાં વ્યાજ ઉમેરીને તેની પાસે 9.33 કરોડ રૂપિયાની રકમ જમા થઈ ગઈ હતી.
જોકે બેંકમાં આટલા સમય સુધી રકમ નિષ્ક્રિય પડી હોવાના કારણે સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારવામાં પણ આવ્યો. તેને કોર્ટમાં દલીલ કરી કે આ રકમ તેના પરિવારની છે અને તેના પિતાએ બચત કરીને એકત્ર કરી હતી. તેને પાસબુક મળી ન હતી તેથી તેણે કેમ કર્યો નહીં પરંતુ હવે તેને પાસબુક મળી ગઈ છે અને આ રકમ તે મેળવવા ઈચ્છે છે. જોકે આ મામલે કોટે હજુ સુધી ચુકાદો આપ્યો નથી કારણ કે આ પ્રક્રિયા ખૂબ જ જટિલ બની ગઈ છે