સુરતના ગોવિંદભાઈ ધોળકિયા નું નામ ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ એસઆરકે કંપનીના માલિક છે અને કરોડોની સંપત્તિ ધરાવે છે. તેમની પાસે જેટલી સંપત્તિ છે અને સત્તા છે એટલી કોઈ પાસે હોય તો વ્યક્તિ ગર્વથી માથું ઊંચું કરીને ચાલે અને ગાડીમાંથી પગ પણ નીચે ન મૂકે. પરંતુ ગોવિંદભાઈ ધોળકિયાએ અઢળક રૂપિયો હોવા છતાં પોતાના સંસ્કારને જાળવી રાખ્યા છે અને કાઠીયાવાડ સાથેના પોતાના સંબંધોને પણ તાજા રાખ્યા છે.
ગોવિંદભાઈ ધોળકિયા મૂડ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના વતની છે. તેઓ સુરતમાં મોટી કંપની ચલાવે છે પરંતુ હંમેશા નાના માણસોની ચિંતા કરે છે. પોતાના સ્વભાવ અને સંસ્કારના કારણે તેઓ 10,000 કરોડની કંપનીના માલિક હોવા છતાં સામાન્ય માણસ જેવું જીવન જીવે છે.
થોડા સમય પહેલા જ ગોવિંદભાઈ ધોળકિયા નું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સફળ સર્જરી બાદ તેઓ પોતાના વતન આવ્યા હતા. સુરત થી પોતાના વતન સુધી તે રોલ્સ રોય કારમાં આવ્યા પણ પોતાના ગામ દુધાળામાં આવ્યા પછી કરોડોની ગાડી છોડીને સાયકલ પર ગામમાં ફરતા જોવા મળ્યા.
ગોવિંદભાઈ ધોળકિયા ની આ સાદગી ના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. કરોડો રૂપિયાના માલિક હોવા છતાં પોતાના વતનમાં ગોવિંદભાઈ કોઈપણ જાતના દેખાડા કરતા નથી અને સામાન્ય માણસની જેમ જ સાયકલ લઈને શેરીઓમાં ફરતા જોવા મળે છે. તે પોતાના ગામ માટે પણ ખૂબ જ દાન ધર્મ કરે છે.
ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના ગામ માટે અનોખું કામ કર્યું છે અને ગામના લોકોને વીજળી બિલ થી બચાવ્યા છે. ગોવિંદભાઈએ પોતાના ખર્ચે આખા ગામમાં સોલર સિસ્ટમ લગાડી છે જેના કારણે ગામના કોઈપણ લોકોને વીજળીનું બિલ ભરવું પડતું નથી.