બંગાળની ખાડીમાં સક્રિય થઈ નવી વરસાદી સિસ્ટમ, આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી બોલાવશે વરસાદ તળાફળી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ કેટલાક જિલ્લાઓમાં થઈ શકે છે. આ સિવાય રાજ્યભરમાં હળવો વરસાદ નોંધાશે.

હવામાન વિભાગનું જણાવવું છે કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થઈ છે જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આગામી 48 કલાક એટલે કે બે દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે.

સમગ્ર રાજ્યમાં 48 કલાક દરમિયાન વરસાદી વાતાવરણ જોવા મળશે તેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર દ્વારકા જામનગર સુરેન્દ્રનગર બોટાદ ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ જેવા વિસ્તારોમાં માધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નર્મદા તાપી સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર ગુજરાત પર થવાની છે. 22 ઓગસ્ટ થી ફરી એકવાર રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તેવામાં આગામી 48 કલાક દરમિયાન પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે.

મહત્વનું છે કે અત્યાર સુધીમાં થયેલા વરસાદના કારણે ગુજરાતના મોટાભાગના ડેમ ઓવરફ્લો થવાની સપાટી પર છે. આ વર્ષે રાજ્યમાં પણ સારો વરસાદ થયો છે અને ઉપરવાસમાંથી પાણીની આવક થતા અનેક ડેમમાંથી પાણી પણ છોડવામાં આવ્યું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલોટ કરવામાં આવ્યા છે.

Leave a Comment