બંસરીના હાથની મહેંદી હતી તાજી ત્યાં જ સાસુ સાથે થઈ દુર્ઘટના, દીકરી પણ ન કરે એવી સેવાચાકરી પુત્ર વધુ એ કરી…

નડિયાદના એક પરિવાર ઉપર અચાનક જ અણધાર્યું સંકટ આવી ગયું. આ સંકટના સમયમાં નડિયાદના પટેલ પરિવારની પુત્ર વધુએ તેની ખાનદાની જે રીતે દેખાડી તેના કારણે આ પરિવારની ચર્ચા હવે જોર સોર થી થવા લાગી છે. આ ઘરની પુત્ર વધુએ જે ખાનદાની દેખાડી તે આજના સમયની દરેક સ્ત્રી માટે ઉદાહરણ રૂપ કહી શકાય.

સૌથી મોટી વાત કે સાસુની સેવા કરવા માટે આ પુત્ર વધુ છેલ્લા પાંચ વર્ષથી પિયર રોકાવા માટે પણ નથી ગઈ. પટેલ પરિવારમાં પુત્રવધુ નું માન આજે સૌથી વધારે છે. દીકરાના લગ્ન થયા જ હતા અને થોડા જ દિવસમાં સાસુ સસરાને એક અકસ્માત નડ્યો.

ઘરમાં દીકરાની વહુ નવી નવી આવેલી હતી તેવામાં અકસ્માત પછી સાસુને પેરાલીસીસ થઈ ગયું. સાસુ સાવ પથારી વશ થઈ ગયા અને ઘરની જવાબદારી તેમજ સાસુની સાર સંભાળ લેવાની જવાબદારી પણ નવી આવેલી પુત્રવધુ પર આવી ગઈ. પરંતુ દીકરાની વહુએ મોઢું બગાડ્યા વિના બધી જ જવાબદારીને જીલી લીધી.

લગ્નની પાંચ વર્ષનો સમય વીતી ગયો છતાં પણ આજે પણ તે પોતાની સાસુની સેવાચાકડી કરે છે સાસુ પથારી વર્ષ હોવાથી તે પોતાના પિયર પણ જતી નથી. સુમન પટેલ અને તેમના પત્ની ઉર્મિલાબેન અને સ્કૂટરમાં જતા અકસ્માત નડ્યો હતો.

ત્યાર પછી ઉર્મિલાબેન સતત પાંચ વર્ષથી પથારી વર્ષ છે અને તેમની બધી જ જવાબદારી પુત્રવધુ બંસરી નિભાવી રહી છે. બંસરીએ દિવસ રાત સાસુની સેવા કરી અને છેલ્લા પાંચ વર્ષથી અવિરત તે આ કામ કરી રહી છે.

જ્યારે તેના પતિ પણ તેને કહે છે કે પિયર થોડા દિવસ જાય તો બંસરી ના કહી દે છે, તેનું કહેવું છે કે એક સ્ત્રીની વેદના સ્ત્રી જ સમજી શકે. જો તે પિયર જતી રહે તો તેના સાસુની સંભાળ કોણ રાખે. બંસરીની આ સેવા ભાવના અને ખાનદાની ના કારણે નડિયાદ ખાતે તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Leave a Comment