બનાસકાંઠાની આ મહિલા તબેલો ચલાવીને વર્ષે કરે છે લાખોની કમાણી… બિઝનેસ કરતા યુવાનો પણ મોઢામાં નાખી જાય છે આંગણા

બનાસકાંઠાની એક અભણ મહિલા મોટી કોલેજોમાં બિઝનેસનો અભ્યાસ કરતા યુવાનો માટે પ્રેરણા રૂપ બની છે. આ મહિલાએ પોતાની સુજબુજ થી પશુપાલન કરીને પોતાનું અને પોતાના જિલ્લાનું નામ રોશન કરી દીધું છે. આ મહિલા પશુપાલન કરીને વર્ષે જે રૂપિયા કમાય છે તે આંકડો જાણીને બિઝનેસ કરતા યુવાનો પણ મોઢામાં આંગળા નાખી જાય.

નોકરી કરતા લોકો તો શરમાય જ જાય એટલી આવક બનાસકાંઠાના નીતાબેન પશુપાલન દ્વારા મેળવે છે. નીતાબેન વર્ષે એક કરોડ રૂપિયાની આવક પશુપાલન દ્વારા કરે છે. તેમણે આ વ્યવસાયની શરૂઆત 10 પશુ રાખીને કરી હતી ત્યાર પછી તેને પોતાનો તબેલો શરૂ કરવાનું નક્કી કર્યું. ધીરે ધીરે પશુની સંખ્યા વધતી ગઈ અને આજે તેમની પાસે ગાય સહિત 120 જેટલા પશુ છે અને દિવસે 800 લીટર દૂધનું તે વેચાણ કરે છે. શિયાળા દરમિયાન 1000 l દૂધ તે રોજ ભરાવે છે.

નીતાબેન પશુપાલન દ્વારા દર મહિને આઠથી નવ લાખ રૂપિયાની આવક મેળવે. નીતાબેન રોજ સવારે પાંચ વાગ્યે જાગી જાય છે અને જાતે પશુઓને દોવે છે. તેમણે પશુઓ માટે પાકો શેડ બનાવ્યો છે અને પશુને બાંધીને રાખવામાં આવતા નથી પશુ ખુલ્લા ફરતા હોય છે.

તેમને પીવા માટે ચોખ્ખું પાણી અને યોગ્ય આહાર આપવામાં આવે છે. પશુઓ તેના શેડમાં હડતા ફરતા રહે છે તેના કારણે દૂધને ઉત્પાદનમાં પણ મોટો ફરક પડે છે. 10 પશુ સાથે પશુપાલનની શરૂઆત કરનાર નીતાબેન હવે વર્ષે એક કરોડ રૂપિયા કમાય છે અને તાજેતરમાં જ તેમને બનાસ ડેરી તરફથી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

Leave a Comment