માતા મોગલ પોતાના ભક્તોની બધી જ ઈચ્છા પૂરી કરતી હોય છે. આજ સુધી એવો કોઈ પણ ભક્ત નહીં હોય જેની માનતા માતા મોગલ એ પૂરી કરી ન હોય. માતા મોગલ ને યાદ કરીને જે પણ મનોકામના વ્યક્ત કરવામાં આવે તે અચૂક પૂરી થાય છે.
જીવનમાં કોઈપણ પ્રકારના દુઃખ દર્દ હોય તો તે માતાના પરચાથી દૂર થઈ જાય છે. તમારા જીવનમાં પણ કોઈ જો સમસ્યા હોય તો તમે માતા મોગલ ને યાદ કરીને મનોકામના રાખશો તો તમારી ચિંતા પણ દૂર થઈ શકે છે.
આવા ચમત્કાર નો અનુભવ અત્યાર સુધીમાં અનેક લોકો કરી ચૂક્યા છે. આવું જ એક ચમત્કાર તાજેતરમાં એક પતિ પત્નીને થયો. લગ્નના ઘણા વર્ષો છતાં પણ આ દંપતીને સંતાન ન હતું તેથી તેમણે માતા મોગલ ની માનતા રાખી. અનેક દવાઓ અને પ્રયત્ન કર્યા છતાં પણ તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું નહીં પરંતુ માતા મોગલ ની માનતા રાખ્યા ના થોડા જ સમયમાં તેમના ઘરે સંતાનનો જન્મ થયો.
ત્યારબાદ આ દંપતિ માતા મોગલ ના દર્શન કરવા આવ્યા હતા. તેઓ પોતાની સાથે પોતાના સંતાનને પણ લાવ્યા હતા. સાથે જ તેમને મંદિરમાં ચાંદીનું છત્ર પણ અર્પણ કર્યું.
મણીધર બાપુએ તેમના બાળકને આશીર્વાદ આપ્યા અને ચાંદીનું છત્ર સ્વીકારી અને પછી પરત કરી દીધું. તેમણે કહ્યું કે આ છત્ર તેમના કુળદેવીના મંદિરમાં ચડાવી દેવામાં આવે માતા મોગલ તેનાથી વધારે પ્રસન્ન થશે.