ભગવાન શિવના અનોખા ભક્ત, જાપાનનું આ કપલ છેલ્લા સાત વર્ષથી શિવરાત્રી પર રાજકોટના આ મંદિરમાં આવીને કરે છે હવન

મહાદેવ નો મહિમા અનોખો છે. ભોળાનાથની ભક્તિ કરનાર ભક્ત ક્યારેય દુઃખી રહેતો નથી. તાજેતરમાં જ મહાશિવરાત્રીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાયો. આ તહેવાર એવો છે જ્યારે શિવભક્તો શિવજીની ભક્તિમાં જોવા મળે છે. દેશભરમાં આવેલા શિવાલયો ખાતે શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

જોકે મહાશિવરાત્રીની ઉજવણી નું મહત્વ વિદેશમાં પણ વધી રહ્યું છે તેથી દર વર્ષે વિદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો આ તહેવાર દરમિયાન ભારતમાં આવે છે. આવું જ એક કપલ છે જે જાપાન થી છેલ્લા સાત વર્ષની મહાશિવરાત્રી ઉજવવા માટે ખાસ રાજકોટ આવે છે.

રાજકોટ શહેરના મુજકા વિસ્તારમાં આર્ષ વિદ્યામંદિર આવેલું છે જ્યાં શિવરાત્રીના દિવસે જ પૂજા અને હવન કરવામાં આવે છે. આ પૂજા અને હવનમાં ભાગ લેવા માટે આ જાપાનનું કપલ દર વર્ષે શિવરાત્રીના દિવસે અહીં આવે છે. તેઓ પહેલી વખત વર્ષ 2016 માં અહીં આવ્યા હતા અને ત્યાર પછી દર વર્ષે તેઓ અહીં આવે છે.

આ જાપાની કપલનું નામ તોશ અને સાઓડી છે. તેઓ અહીં વૈદિક અભ્યાસ કરે છે અને તે સ્વામી પરમાનંદ સરસ્વતીના શિષ્ય છે. તેઓ ભોળાનાથના ભક્ત છે તેથી દર વર્ષે શિવરાત્રીના તહેવાર પર અહીં આવીને હવન કરે છે.

આ કપલનું કહેવું છે કે આ મંદિર ખાતે આવીને શિવરાત્રી ની પૂજામાં ભાગ લઈને તેઓ ધન્યતા અનુભવે છે. અહીં પૂજા અને હવન કરીને તેમને અલૌકિક સુખ પ્રાપ્ત થાય છે આવનારા વર્ષોમાં પણ તેઓ દર વર્ષે અહીં આવતા જ રહેશે.

Leave a Comment