ભત્રીજાના લગ્નમાં ઉત્સાહમાં ફુવા કરી રહ્યા હતા ડાન્સ અને અચાનક જમીન પર પડ્યા, વિડીયો કેમેરામાં થયો કેદ

લગ્ન પ્રસંગ હોય ત્યારે જો કોઈ અણધારી ઘટના બની જાય તો લગ્નનો પ્રસંગ માતમ માં ફેરવાઈ જાય છે. હાલે લગ્ન સરા ચાલી રહી છે તેવામાં આવી જ એક ઘટના વારણસીમા બની. અહીં લગ્નનો ઉત્સવ શોકમાં બદલી ગયો.

વારાણસી ખાતે દુકાન ચલાવતા મનોજભાઈ તેમના ભત્રીજા ના લગ્ન માટે પોતાના પરિવાર સાથે લગ્ન માળવા પહોંચ્યા હતા. જ્યારે ભત્રીજા ની જાન નીકળી તો ફુવા પણ ઉત્સાહભેર જાનમાં નાચવા લાગ્યા. બધા જ મહેમાનોની સાથે ફુવા પણ ઢોલના તાલે નાચી રહ્યા હતા. પરંતુ થોડી જ વારમાં અફવાની તબિયત બગડી અને તે જમીન પર લથડી પડ્યા.

પાંચ જ મિનિટમાં લોકો કંઈ કરે તે પહેલા જ તેમના પ્રાણ પંખેરુ ઉડી ગયા. જમીન પર પડ્યાની થોડી જ વારમાં તેમના શરીરમાં હલનચલન બંધ થઈ ગઈ હતી. તેમને તુરંત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા.

Leave a Comment