ભારે કરી… સુંદર યુવતી પડી ભિખારીના પ્રેમમાં, ભિખારીને ઘરે સાથે રાખ્યો અને થોડા સમયમાં થઈ તે ગર્ભવતી… અને પછી જે થયું તે જાણીને તમને પણ લાગશે આંચકો

સોશિયલ મીડિયામાં દેશ દુનિયાની અનેક પ્રકારની ખબરો જોવા મળે છે. તેમાંથી કેટલીક ખબરો એવી હોય છે જેને વાંચીને આશ્ચર્ય થઈ જાય. આજના સમયમાં એવી એવી ઘટનાઓ બને છે જેના વિશે કોઈએ કલ્પના પણ કરી ન હોય. તાજેતરમાં જ આવી એક ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

સોશિયલ મીડિયામાં વાયરલ આ ન્યુઝ અનુસાર એક સુંદર યુવતી પોતાના ઘરેથી કામ માટે જ્યારે પણ બહાર જતી ત્યારે ફૂટપાથ ઉપર સુતેલા એક ભિખારીને જોતી. અર્ધનગ્ન અવસ્થામાં પડેલા આ ભિખારી સાથે યુવતીને પ્રેમ થઈ ગયો.

આ વાત વાંચીને પણ વિચિત્ર લાગે પરંતુ હકીકતમાં આવું થયું છે. આ તસવીરો કઈ જગ્યાની છે તે વાતની પુષ્ટિ થઈ નથી પરંતુ કહેવાય છે કે આ તસ્વીરોમાં દેખાતા વ્યક્તિ સાથે સુંદર યુવતી પ્રેમમાં પડી. યુવતી આ ફૂટપાથ નજીકથી રોજ રોજ પસાર થતી.

એક દિવસ યુવતીએ તે ભિખારીને ખાવા માટે ભોજન આપ્યું. શરૂઆતમાં દયા આવી અને પછી આ લાગણી પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ. ત્યારબાદ એક દિવસ યુવતી તે વ્યક્તિને પોતાના ઘરે લઈ ગઈ. તેઓ દિવસ રાત સાથે રહેવા લાગ્યા. જેના કારણે થોડા જ મહિનામાં યુવતી ગર્ભવતી થઈ ગઈ.

યુવતીએ હવે સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ભિખારી સાથે જોવા મળે છે. બીજી કેટલીક તસ્વીરો માટે પોતાના બેબી બમ્પ સાથે ફોટો ક્લિક કરતી જોવા મળે છે.

જોકે આ તસવીરો વાયરલ થતા લોકો અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે. તસવીરો પર કોમેન્ટ કરીને લોકો કહી રહ્યા છે કે આ ઘટના નાટક છે અને સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આ બધું કરવામાં આવ્યું છે.

Leave a Comment