મહિલાએ માનેલી એવી માનતા માતા મોગલ એ પૂરી કરી કે મહિલા 11 હજાર રૂપિયા અને ચાંદીનું છત્ર લઈને પહોંચી ગઈ કચ્છ

કચ્છના કબરાઉ ખાતે માતા મોગલ હાજરાહજૂર બિરાજે છે. માતાજીના દર્શન કરીને અનેક ભક્તોનું જીવન ધન્ય થયું છે. માતાજી દુખડા હરી લેનાર છે. તેમના દર્શન કરવા માત્રથી જ ભક્તોના મનની ચિંતા દૂર થઈ જાય છે. આજ કારણ છે કે લોકોની આસ્થા અને શ્રદ્ધા દિવસેને દિવસે માતા મોગલ માં વધતી જાય છે.

માતા મોગલના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. આજે તમને માતા મોગલ ના આવા જ એક પરચા વિશે જણાવીએ. એક મહિલાની દીકરીને કાનમાં કેટલાક સમયથી તકલીફ હતી. મહિલાએ દીકરીની ઘણી સારવાર કરાવી પણ તેને કોઈ ફરક પડતો ન હતો.

ત્યાર પછી તેણે માતાની માનતા રાખી અને નક્કી કર્યું કે તેના દીકરીની કાનની તકલીફ દૂર થઈ જશે તો તે માતાના મંદિરે 11 હજાર રૂપિયા અને ચાંદીનું છત્ર અર્પણ કરશે. માતાની માનતા રાખ્યાના થોડા જ દિવસોમાં તેની દીકરીનો કાનનો દુખાવો દૂર થઈ ગયો. આશ્ચર્યની વાત એ હતી કે તે માનતા રાખી ત્યારે તે કેનેડા હતી.

તેની દીકરીની સારવાર થઈ જતા તે કેનેડા થી કબરાઉ આવી અને મણીધર બાપુને 11,000 તેમજ ચાંદીનું છત્ર આપ્યું. મણીધર બાપુએ સમગ્ર વાત જાણીને મહિલાને કહ્યું કે તેની માનતા માતાએ સાત ગણી સ્વીકારી લીધી છે અને સાથે જ તેમણે ચાંદીનું છત્ર પરત આપીને તેમના કુળદેવીના મંદિરમાં ચડાવી દેવા કહ્યું. અને મણીધર બાપુએ 11000 રૂપિયા પણ પરત કરી દીધા.

Leave a Comment