કબરાઉ માં બિરાજતી માતા મોગલ ના પરચા અપરંપાર છે.. જે પણ ભક્ત ને માતા મોગલ ની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય તેનું જીવન ધન્ય થઈ જાય છે. એવા ઘણા લોકો છે જેમને માતા મોગલ ના પરચા અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે. જ્યારે ભક્તોને માતાના ચમત્કારની અનુભૂતિ થાય છે તો તે ગમે એટલા દૂર રહેતા હોય તે તુરંત જ માતાના દર્શન કરવા દોડી આવે છે.
કબરાઉ ખાતે માતાના દર્શન કરવા રોજ ભક્તો દૂર દૂરથી આવે છે. આજે તમને માતા મોગલ ના આવા જ એક ચમત્કારિક પરચા વિશે જણાવીએ જેના વિશે જાણીને તમને પણ માતાજી પ્રત્યે અટૂથ શ્રદ્ધા બંધાઈ જશે.
કબરાઉ ખાતે એક મહિલા અગિયાર હજાર રૂપિયા અને ચાંદીનું છત્ર લઈને પહોંચી હતી. મહિલાએ માતાજીના દર્શન કર્યા અને પછી તે આ વસ્તુઓ આપવા માટે બાપુને મળી. મણીધર બાપુએ તેમને પૂછ્યું કે તેને માનતા શા માટે રાખી હતી. ત્યાંરે મહિલાએ સમસ્ત વાત વિગતવાર જણાવી. મહિલાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેની દીકરીને કાનમાં સતત દુખાવો રહેતો હતો.
તેની દીકરી કેનેડામાં રહે છે અને તેની દીકરીને સારવાર પછી પણ કોઈ ફેર જણાતો ન હતો. ત્યારે માતાએ પોતાની દીકરી માટે માતા મોગલ ની માનતા રાખી. માતા મોગલ ની માનતા રાખ્યાના થોડા સમયમાં દીકરીને એકદમ બરાબર થઈ ગયું અને પછી મંત્ર પૂરી કરવા માટે તેની માતા કેનેડા થી કબરાઉ આવી.
સાથે જ 11000 રૂપિયા અને ચાંદીનું છત્ર લાવી. મણીધર બાપુએ 11000 રૂપિયાની માથે એક રૂપિયો મૂકીને મહિલાને પરત કરી દીધા અને પછી ચાંદીનું છત્ર તેમના કુળદેવીના મંદિરમાં ચડાવી દેવા આદેશ કર્યો.