માતા મોગલ ના પરચા અપરંપાર છે. મોગલ ધામ ખાતે આવેલા ભક્તોને જો તમે માતા ના ચમત્કાર વિશે પૂછો તો તમને એવા એવા કિસ્સા સાંભળવા મળે કે જે તમને પણ ચોંકાવી દે. લાખોની સંખ્યામાં ભક્તો એવા છે જેમને માતા મોગલ માં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આ શ્રદ્ધાને વિશ્વાસ નું કારણ છે કે માતા મોગલ એ પણ આજ સુધી ક્યારેય ભક્તોના વિશ્વાસ ને તોડ્યો નથી.
જ્યારે પણ ભક્તો માતાની સાચા દિલથી યાદ કરે છે ત્યારે માતા અચુક તેમની મદદ કરે છે. જ્યારે માતાના પરચા મળે છે ત્યારે ભક્તો દૂર દૂરથી મોગલ ધામ દર્શન કરવા પહોંચી જાય છે. આવી જ રીતે વડોદરા થી સરોજબેન પંડ્યા નામની મહિલા મોગલધામ પોતાની માનતા પૂરી કરવા આવી હતી. સરોજબેન માતા મોગલ ના દર્શન કર્યા અને પછી મણીધર બાપુને પણ મળ્યા. તેમણે મણીધર બાપુને 21 હજાર રૂપિયા આપ્યા. મણીધર બાપુએ મહિલાને પૂછ્યું કે તેણે શેની માનતા રાખી હતી
ક્યારે મહિલાએ જણાવ્યું કે તેનું એક અગત્યનું કામ અટકી ગયું હતું અને તે પૂરું થાય તેવી માનતા રાખી હતી. ઘણા સમયથી આ કામ અટકેલું હતું પરંતુ માતા મોગલ ને યાદ કરવાની સાથે જ બધી જ સમસ્યા દૂર થવા લાગી અને કામ પણ પાર પડ્યું. તેથી તે પહેલામાં પહેલી તકે મોગલ ધામ દર્શન કરવા આવ્યા છે.
ત્યારે મણીધર બાપુએ તેમને કહ્યું કે… આપે એ આઈ અને માંગે એ બાઈ…. આ રૂપિયા તમારી પૌત્રી અને નણંદને આપી દેજો માતાજી તો આપનાર છે અને તેમણે તમારી માનતા 101 ગણિત સ્વીકારી લીધી છે.
મહત્વનું છે કે મણીધર બાપુએ કહેલા શબ્દો સત્ય છે માતા મોગલ ભક્તોને આપનાર છે અહીં કોઈપણ જાતની ભેટ સોગાત કે રૂપિયાનું દાન પણ સ્વીકારવામાં આવતું નથી.