વ્યક્તિનું ભાગ્ય જ્યારે બદલી જાય છે ત્યારે તે રાતોરાત ગરીબ માંથી અમીર બની શકે છે. આ વાત સાચી સાબિત થઈ છે કેરળના કેટલાક માછીમારોના જીવનમાં. આ માછીમારોને દરિયામાંથી 28 કરોડનું તરતું સોનું મળી આવ્યું. સમુદ્રનું તરતું સોનું એટલે એમ્બ્રિજ. જેને સામાન્ય ભાષામાં વહેલ માછલીની ઉલટી કહેવાય છે. આ વહેલ માછલી પણ ખાસ છે જેને ભારતમાં સંરક્ષિત પ્રજાતિઓમાં સામેલ કરવામાં આવી છે.
શુક્રવારે કેટલાક માછીમારોએ આ વસ્તુ કોસ્ટલ પોલીસને સોંપી હતી. કોસ્ટલ પોલીસે આ અંગે વન વિભાગને જાણ કર્યું અને તરત જ તેને તપાસ માટે લેબમાં મોકલી દેવામાં આવ્યું.
હકીકતમાં એક કિલો વહેલ માછલીની ઉલટી ની કિંમત 1 કરોડ રૂપિયા જેટલી છે. માછીમારોને જે એમ્બ્રિસ્ત મળ્યું તેની કિંમત 28 કરોડથી વધુની છે. ઉલટી ની કિંમત તેની અવસ્થાના પ્રમાણે વધારે કે ઓછી પણ હોઈ શકે છે
વહેલ માછલીની ઉલટી એટલી કીમતી હોય છે કે તે રાતોરાત કોઈનું ભવિષ્ય બદલી શકે. આ અમૂલ્ય ખજાનો ક્યારેક જ કોઈના હાથમાં આવે છે. તેવામાં શુક્રવારે કેરળના કેટલાક માછીમારોને 28 કિલો વજનની ઉલટી મળી આવી. જોકે આ માછીમારોએ બધી જ વસ્તુ પ્રશાસનને સોંપી દીધી. તેની કિંમત એટલી વધારે હોવાથી તેને સમુદ્રનું સોનું પણ કહેવાય છે તેનો ઉપયોગ મોંઘા પરફ્યુમ બનાવવાથી લઈને અનેક વસ્તુઓમાં થાય છે.
કોમલનો દરિયાકાંઠો એમબર ગ્રીસ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ સિવાય મધ્યપૂર્વના સમુદ્રમાંથી પણ તે મોટા પ્રમાણમાં મળી આવે છે તેનો ઉપયોગ સુગંધી અત્તર ધૂપ જેવી વસ્તુઓ બનાવવામાં કરવામાં આવે છે.