કચ્છના કાબરાઓમાં માતા મોગલ સાક્ષાત બિરાજે છે. માતાના હાજરા હજૂર હોવાનો પરચો અત્યાર સુધીમાં અનેક ભક્તોને મળી ચૂક્યો છે. જે પણ ભક્તો અહીં શ્રદ્ધાથી શીશ ઝુકાવે છે તેના જીવનની સમસ્યાઓનો નાશ થઈ જાય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી મણીધર બાપુ સંભાળે છે. માતા મોગલના દર્શન કરીને ભક્તો મણીધર બાપુના આશીર્વાદ લેતા હોય છે.
આજે માતા મોગલના એક આવા જ ચમત્કારિક પરચા વિશે તમને જણાવીએ. થોડા સમય પહેલા એક યુવક મોગલ ધામમાં પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો. તેને માતાજીએ પરચો આપ્યો હતો. કબરાઉ સ્થિત મોગલ ધામ પહોંચીને યુવકે મણીધર બાપુના દર્શન કર્યા અને તેમને પોતાની માનતા પૂરી થવા અંગેની વાત કરી.
આ સાથે જ માતાજીના ચરણોમાં તેણે 51 હજાર રૂપિયા રોકડા ચડાવ્યા. તે મણીધર બાપુ પાસે આશીર્વાદ લેવા ગયો અને બાપુએ તેને પૂછ્યું કે તે શેની માનતા રાખી હતી. ત્યારે યુવકે જણાવ્યું કે, તેના ભાઈના ઘરે સંતાન ન હતું અને સંતાન માટે તેણે માનતા રાખી હતી. માનતા રાખ્યા પછી તેના ભાઈના ઘરે દીકરાનું જન્મ થયો અને ત્યાર પછી તે માનતા ઉતારવા મોગલ ધામ આવ્યો હતો.
આ સાંભળીને મણીધર બાપુએ તેણે આપેલા પૈસા પરત કર્યા અને કહી દીધું કે માતાજી એ તારી માનતા સ્વીકારી લીધી છે.