માતા રૂપલે નવ વર્ષની ઉંમરે ગામને દેખાડ્યો એવો પરચો કે બધા જ માની ગયા કે તે છે સાક્ષાત જોગમાયા નો અવતાર

ગુજરાતની ધરતી પવિત્ર છે અને અહીં ઘણા માતાજીએ મનુષ્ય અવતાર ધારણ કર્યો છે. આવા જ એક માતાજી છે રૂપલ માં. તેમણે લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે. રુપલ આઈ નો જન્મ વિસાવદરના રામપુરા ગામે થયો હતો.

જ્યારે તેઓ નાના હતા ત્યારે જ લોકોને એવા પરચા જોવા મળ્યા કે લોકો માની ગયા કે આ કોઈ સામાન્ય કન્યા નથી પરંતુ સાક્ષાત જોગમાયા નો અવતાર છે. તેઓ જ્યારે નવ વર્ષના હતા ત્યારે તેમણે તેમના પિતાને કહ્યું હતું કે, તેઓ નવ વર્ષના થયા એટલે તેમને નવચંડી યજ્ઞ કરાવવો છે અને આખી નાત જમાડવી છે.

આ વાત સાંભળીને બધા જ લોકો આશ્ચર્યમાં પડી ગયા કારણકે નવ વર્ષની દીકરી આવું બોલી ન શકે. જોકે ત્યાર પછી તેમના પિતાએ એવું કહ્યું કે આ બધું કરવા માટે ઘણા રૂપિયાની જરૂર પડે અને એટલા રૂપિયા તેમની પાસે નથી.

પરંતુ તેમ છતાં રૂપલ માતાજી માન્યા નહીં અને તેમણે પિતાને સમજાવ્યા કે બધું થઈ જશે. પિતાએ પણ દીકરીની વાત પર વિશ્વાસ કરીને યજ્ઞનું આયોજન કર્યું અને આ ખાસ ચારણ સમાજને આમંત્રણ આપ્યું.

જોકે પિતાને મનમાં ડર પણ હતો કે આ બધા લોકોને ખાવાનું કેવી રીતે પૂરું પડશે. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે ખાવાનું આપમેળે વધતું ગયું અને હજારો લોકો જમ્યા તો પણ અનનો એક પણ દાણો ખૂટ્યો નહીં. આ વાત પરથી ભક્તો માતાજી રૂપલનું તેજ સમજી ગયા.

લોકો તેમની શક્તિને જાણી ગયા અને તેમના નામનો જયકારો બોલાવ્યો. નવ વર્ષની ઉંમર પછીથી આખી દુનિયાને લોકલ માતાજીના ઘણા પરચા જોવા મળ્યા. આજે પણ તેમના આશીર્વાદ લેવા રામપરા ગામે મોટી સંખ્યામાં લોકો આવે છે.

Leave a Comment