માતા મોગલ ના પરચા અપરંપાર છે. અત્યાર સુધીમાં હજારો ભક્તોનું જીવન માતા મોગલના દર્શન કરવાથી ધન્ય થઈ ગયું છે. માતા મોગલ ના દર્શન કરીને જે પણ મનોકામના વ્યક્ત કરવામાં આવે તે અચૂક પૂરી થાય છે. માતાના દરબારમાં કોઈપણ વ્યક્તિ નાત જાતના ભેદભાવ વિના આવી શકે છે. અહીં રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
માતા મોગલ ની માનતા જે પણ રાખે તે અચૂક પૂરી થાય છે તેથી દૂર દૂરથી ભક્તો અહીં માનતા પૂરી કરવા પણ આવે છે. આવી જ રીતે એક મહિલા કેનેડાથી માનતા પુરી કરવા કબરાવ આવી હતી. મહિલાએ માતાજીના દર્શન કર્યા અને પછી મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા. સાથે જ તેણે મણિધર બાપુને 11000 રૂપિયા અને ચાંદીનું છત્ર પણ આપ્યું.
મણીધર બાપુએ તેને આવું કરવાનું કારણ પૂછ્યું. મહિલાએ જણાવ્યું કે તેઓ કેનેડામાં રહે છે અને છેલ્લા કેટલાક દિવસથી તેની દીકરીના કાનમાં તકલીફ હતી. ઘણી સારવાર કરી અને દવા કરી પરંતુ કાનનો દુખાવો મટતો ન હતો. ત્યારે તેને માતા મોગલ ને યાદ કર્યા અને વિચાર્યું કે તેની દીકરીનું કાન બરાબર થઈ જશે તો તે દર્શન કરશે.
માતાજી માતા રાખ્યા ના થોડા જ દિવસોમાં તેની દીકરીના કાનની સમસ્યા દૂર થઈ ગઈ. તેની દીકરી સ્વસ્થ થઈ જતા મહિલા કેનેડાથી કબરાવ આવી અને ચાંદીનો છત્ર અને 11000 રૂપિયા ચડાવ્યા.