મામાએ ભાણેજ માટે ભર્યું 32 લાખનું મામેરુ.. આખું ગામ જોવા થયું એકઠું

ગુજરાતમાં હાલ લગ્ન સરા ચાલી રહી છે. રાજ્યભરમાં લગ્નનું વાતાવરણ છે અને શરણાઈઓની ગુંજ સંભળાય છે. લગ્નમાં અનેક પ્રકારની વિધિઓ પણ કરવામાં આવે છે તેમાંથી એક વિધિ છે મામેરુ ભરવાની વિધિ. જેના લગ્ન હોય તેના મામા પોતાના ભાણેજ માટે મામેરુ લઈને આવે છે

લગ્ન પહેલા મામેરુ ભરવાનું વિશેષ મહત્વ હોય છે. જ્યારે મામેરુ આવે છે ત્યારે તેનું ધૂમધામ થી સ્વાગત કરવામાં આવે છે. આજે તમને આવા જ એક અનોખા મામેરા વિશે જણાવીએ જેને જોવા આખું ગામ એકઠું થયું હતું.

રાજસ્થાનમાં આ ઘટના બની છે. જેમાં ભાણેજના લગ્નમાં મામાએ 32 લાખ રૂપિયાનું મામેરુ ભરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. જ્યારે મામા લગ્ન મંડપમાં 32 લાખનું મામેરુ લઈને આવ્યા ત્યારે લોકો આશ્ચર્યમાં પડી ગયા.

32 લાખના મામેરામાં મામાએ પોતાના ભાણેજ માટે સોનાના ઘરેણા, મોંઘા કપડા અને નાની મોટી અનેક કીમતી વસ્તુઓ આપી હતી. 32 લાખનું મામેરુ જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું. કારણકે નાનકડા આ ગામમાં 32 લાખ રૂપિયાનું મામેરુ આજ સુધી કોઈએ ભર્યું ન હતું.

લાખીણા મામેરાના ફોટા અને વિડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા અને જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરો જોઈને લોકો એક જ વાત કરી રહ્યા છે કે આ ભાણેજ ખરેખર નસીબદાર છે જેને આટલા ઉદાર મામા મળ્યા છે.

Leave a Comment